Get The App

ફોર્મ્યુલા વન: 13 વર્ષ પછી F1માં ભારતીય ડ્રાઈવરની એન્ટ્રી, કુશ મૈની રિઝર્વ ડ્રાઈવર તરીકે અલ્પાઈન ટીમ સામેલ

Updated: Mar 11th, 2025

GS TEAM

Google News
Google News
ફોર્મ્યુલા વન: 13 વર્ષ પછી F1માં ભારતીય ડ્રાઈવરની એન્ટ્રી, કુશ મૈની રિઝર્વ ડ્રાઈવર તરીકે અલ્પાઈન ટીમ સામેલ 1 - image


Kush Maini, 2025 Test and Reserve Driver: કુશ મૈનીએ 11 માર્ચ, મંગળવારના રોજ ઇતિહાસ રચી દીધો છે. કારણ કે તે ફોર્મ્યુલા વનમાં જોડાનારો ત્રીજો ભારતીય ડ્રાઈવર બન્યો. આગામી સિઝન માટે તેને આલ્પાઇન ફોર્મ્યુલા વન (F1) ટીમમાં રિઝર્વ ડ્રાઇવર તરીકે સામેલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ‘લાઉડસ્પીકરના નિયમ તોડનારાઓ સામે કાર્યવાહી કરો’ CM ફડણવીસનો પોલીસ અધિકારીઓને આદેશ

કુશ મૈની ફોર્મ્યુલા વનમાં ભાગ લેનાર ત્રીજો ભારતીય ડ્રાઈવર 

આ સિવાય કુશ મૈની 2012 પછી ફોર્મ્યુલા વનમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય ડ્રાઈવર બન્યો છે, નારાયણ કાર્તિકેયન અને કરુણ ચાંડોક પછી મૈની F1 ટીમનો ભાગ બનનાર ત્રીજો ભારતીય ડ્રાઈવર છે. મૈની હાલમાં ફોર્મ્યુલા 2 ચેમ્પિયનશિપમાં ડેમ્સ લુકાસ ઓઇલ સાથે રેસ કરે છે.

મૈનીએ F1 ટીમ સાથે ચાર ટેસ્ટ પૂરા કર્યા હતા

ઉલ્લેખનીય છે કે, 24 વર્ષીય કુશ મૈનીએ ગઈ સિઝનમાં આલ્પાઇન F1 ટીમ સાથે ચાર ટેસ્ટ પૂરા કર્યા હતા. અને તે તેની હિતધારકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. જો તે આ સિઝનમાં પ્રભાવિત કરવાનું ચાલુ રાખે છે, તો તે 2026 માં મુખ્ય ગ્રીડ પર બેઠક માટે દાવેદારોમાંનો એક બની શકે છે.

આ પણ વાંચો : આયુષ્માન ભારત યોજના કૌભાંડ : 1504 હોસ્પિટલોને 122 કરોડનો દંડ, 549 હોસ્પિટલ સસ્પેન્ડ

કુશ મૈની 2023 માં આલ્પાઇન એકેડેમીમાં જોડાયો હતો

મૈની આલ્પાઇન ખાતે રિઝર્વ ડ્રાઇવરોના ગ્રુપમાં જોડાયો છે, જેમાં પોલ એરોન, ર્યો હિરાકાવા અને ભૂતપૂર્વ વિલિયમ્સ સુપર-સબ ફ્રાન્કો કોલાપિન્ટો પણ શામેલ છે. મૈની પહેલી વાર ઓક્ટોબર 2023 માં આલ્પાઇન એકેડેમીમાં જોડાયો હતો. ત્યારબાદ 2024 F2 સીઝનમાં રેસિંગ કર્યું હતું. જે દરમિયાન તેણે પાંચ પોડિયમ મેળવ્યા હતા. જેમાં બુડાપેસ્ટમાં રેસ જીતનો પણ સમાવેશ થાય છે.

Tags :