VIDEO| કુનો નેશનલ પાર્કમાં આવ્યા નવા મહેમાન: માદા ચિત્તાએ 5 બચ્ચાને આપ્યો જન્મ, ભારતમાં ચિત્તાની સંખ્યા 60 થઈ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kuno National Park Cheetah 'KJP21' Gives Birth To 5 Cubs: મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ કુનો નેશનલ પાર્કમાંથી ભારત માટે ગૌરવ અને આનંદના સમાચાર સામે આવ્યા છે. દેશમાં ચિત્તાઓના પુનર્વસન માટે ચાલી રહેલા 'પ્રોજેક્ટ ચિત્તા' હેઠળ વધુ એક સફળતા મળી છે. ભારતમાં જ જન્મેલી 32 મહિનાની માદા ચિત્તા 'KJP21'એ આજે(5 ઓક્ટોબર) પાંચ સ્વસ્થ બચ્ચાઓને જન્મ આપ્યો છે. આ સાથે જ દેશમાં ચિત્તાઓનો કુલ આંકડો વધીને 60 પર પહોંચી ગયો છે.
ચિત્તા પરિવારની નવી પેઢી: કુનો પાર્કમાં 5 નવા મહેમાનોનું આગમન
ઉલ્લેખનીય છે કે, ભારતીય ભૂમિ પર જન્મેલી માદા ચિત્તા દ્વારા બચ્ચાઓને જન્મ આપવાની આ ત્રીજી ઘટના છે. આ અગાઉ 'મુખી' અને 'KGP12' નામની માદા ચિત્તાઓએ સફળતાપૂર્વક બચ્ચાઓને જન્મ આપ્યો હતો. હવે 'KJP21'ના આ નવા પાંચ મહેમાનો સાથે જ ભારતની ભૂમિ પર જન્મેલા ચિત્તાઓની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે, જે દેશમાં ચિત્તાઓની નવી પેઢીના મજબૂત ભવિષ્યની સાક્ષી પૂરે છે.
બોત્સવાના જિનેટિક લાઇનએજનો શુભારંભ
આ ઘટના માત્ર સંખ્યાત્મક દ્રષ્ટિએ જ નહીં પરંતુ જૈવિક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. આ નવજાત બચ્ચાઓના પિતા બોત્સવાનાથી લાવવામાં આવેલો નર ચિત્તા છે. જેના કારણે ભારતમાં હવે ચિત્તાઓની વસ્તીમાં બોત્સવાનાનો નવો જિનેટિક વંશ ઉમેરાયો છે. વન વિજ્ઞાનીઓના મતે, અલગ-અલગ જિનેટિક લાઇનએજથી ભવિષ્યમાં ચિત્તાઓની પ્રજાતિ વધુ મજબૂત અને રોગપ્રતિકારક બનશે.
વન વિભાગ અને ડૉક્ટર્સની ટીમને ચારેય તરફથી અભિનંદન
આ સફળતા પાછળ રાત-દિવસ એક કરનારા પશુચિકિત્સકો, ફીલ્ડ સ્ટાફ, વન સંરક્ષકો અને કુનો નેશનલ પાર્કની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. નિષ્ણાતોના અથાક પરિશ્રમ અને યોગ્ય સારસંભાળના કારણે જ ભારતમાં ચિત્તા સંવર્ધનનો આ પ્રોજેક્ટ સફળતાના નવા શિખરો સર કરી રહ્યો છે.




