Get The App

કોલકાતા એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાથી દોડધામ, ઈન્ડિગોની ફ્લાઇટ રોકી આરોપીની ધરપકડ

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
કોલકાતા એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાથી દોડધામ, ઈન્ડિગોની ફ્લાઇટ રોકી આરોપીની ધરપકડ 1 - image


Bomb rumor at Kolkata airport: કોલકાતાથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાથી અફવાથી દોડધામ મચી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં હાલમાં એક મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. 

આ પણ વાંચો : દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું અને બચવાનો મોકો પણ નહીં આપીએ, આદમપુર બેઝમાં PM મોદીનું નિવેદન

સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ફ્લાઇટને રોકી તપાસ શરુ કરી

મળતી માહિતી પ્રમાણે કોલકાતાથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એ સમયે અફરા- તફરી મચી ગઈ હતી જ્યારે ટેકઓફ પહેલા એક મુસાફરે ફ્લાઈટમાં બોમ્બ હોવાની વાત કરી. આ ઘટના કોલકાતા એરપોર્ટ પર બની હતી, જ્યાં સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ફ્લાઇટને રોકી દીધી હતી. 

આ પણ વાંચો : દિલ્હીના બિઝનેસમેન પર 21 હજાર કરોડનું ડ્રગ્સ વેચીને તૈયબાને ફંડિંગનો આરોપ, સુપ્રીમે જામીન ફગાવ્યા

CISF એ શંકાસ્પદ એક મુસાફરની ધરપકડ કરી

આ મામલે CISF એ શંકાસ્પદ જણાતા એક મુસાફરની અટકાયત કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. હાલમાં, ફ્લાઇટને કોલકાતા એરપોર્ટ પર રાખવામાં આવી છે અને બોમ્બ સ્ક્વોડને એલર્ટ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતીમાં બોમ્બ હોવાની પુષ્ટિ થઈ નથી, પરંતુ સુરક્ષા હેતુઓ માટે તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.

Tags :