કોલકાતા ગેંગરેપ કેસ: મુખ્ય આરોપી મનોજીત મિશ્રા પર વધુ એક વિદ્યાર્થીનીએ લગાવ્યો ગંભીર આરોપ, જાણો મામલો
Image Twitter |
Kolkata Gangrape Case: કોલકતા ગેંગરેપ કેસમાં મુખ્ય આરોપી મનોજીત મિશ્રા પર વધુ એક વિદ્યાર્થિનીએ સનસનાટીભર્યા આરોપ લગાવ્યો છે. મીડિયા સાથે વાત કરતાં પીડિતાએ દાવો કર્યો છે કે, 'કોલેજ ટ્રિપ દરમિયાન મનોજીત મિશ્રએ મારી સાથે અડપલાં કર્યા હતા. એટલુ જ નહીં વિરોધ કરવા પર તેણે મારી સાથે મારપીટ કરી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી.'
પીડિત વિદ્યાર્થિનીએ કહ્યું કે, તે બે વર્ષ પહેલા કોલેજ ટ્રિપમાં ગઈ હતી. તે સમયે મનોજીત મિશ્રા પણ તેમની સાથે ગયોો હતો. ત્યાં તેણે તેની સાથે અડપલા કરવાનું શરુ કર્યું હતું. પીડિતાએ જ્યારે તેની ગંદી હરકતોનો વિરોધ કર્યો, તો તેણે મારપીટ કરીને ધમકી આપી હતી કે, તે તેના માતા-પિતાને અને બહેનને મારી નાખશે. તેણે પીડિતાને ચૂપ રહેવાની ચેતવણી આપી હતી.
મનોજીત મિશ્રાની રાજકીય સપોર્ટ
વિદ્યાર્થિની એ દાવો કર્યો કે, તે પોલીસ પાસે જવા માંગતી હતી, પરંતુ મનોજીત મિશ્રાની રાજકીય રમત સામે ચૂપ રહી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, આરોપીને કોલેજના ગવર્નિંગ બોડીના પ્રમુખ અને તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અશોક દેવનો સપોર્ટ મળી રહ્યો છે.
15 વિદ્યાર્થિનીનો શિકાર, ડરમાં રહે છે વિદ્યાર્થિઓ
આ સાથે જ પીડિતાએ ચોકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે, મનોજીત મિશ્રાની ગંદી હરકતોનો હું એકલી જ શિકાર નથી બની, મારા સિવાય અન્ય 15 સાથે વિદ્યાર્થિનીઓ પણ તેનો શિકાર બની છે. પરંતુ મોટાભાગના કિસ્સામાં વિદ્યાર્થિનીઓ ડરે છે અથવા તો રાજકીય દબાણના કારણે ફરિયાદ કરવા પર ચૂપ રહે છે.
મનોજીતને જોઈને રસ્તો બદલી નાખે છે વિદ્યાર્થિનીઓ
વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે, 'કોલેજમાં મનોજીત મિશ્રાનો એટલો ડર છે કે, વિદ્યાર્થિનીઓ તેને જોઈને રસ્તો બદલી નાખે છે. તે ખુલ્લેઆમ ધમકી આપે છે. તેનું નેટવર્ક એટલું મજબૂત છે કે, તેની વિરુદ્ધ બોલવા માટે કોઈ તૈયાર નથી. પીડિતાના કહેવા પ્રમાણે તે પહેલા પણ તેની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આખો મામલો દબાવી દેવામાં આવ્યો હતો.'
આ પણ વાંચો: 1000 કરોડની લાંચનો આરોપ લાગતાં ભાજપના મહિલા મંત્રીએ કહ્યું - 'CM બધું જાણે છે કે..'
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને માર માર્યો
ત્યાં તેના સિક્યુરિટી ગાર્ડ સાથે ઝઘડો થયો હતો. તે સિગારેટ પીતો પીતો એટીએમમાં ઘૂસ્યો હતો, જેનો ગાર્ડે વિરોધ કર્યો. એ પછી તેણે ગાર્ડ પર હુમલો કર્યો. ગાર્ડે 100 નંબર પર ફોન કરીને પોલીસની મદદ માંગી, થોડીવારમાં એક પીસીઆર વાન આવી. પરંતુ મનોજીત પોલીસ સાથે પણ ઝઘડો કર્યો, અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને માર માર્યો હતો.