Get The App

કેરળમાં દેશી બોમ્બ બનાવતી વખતે જ પ્રચંડ વિસ્ફોટ, શરીરના ચીથરાં ઊડી ગયા, મકાન કાટમાળમાં ફેરવાયુ

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
કેરળમાં દેશી બોમ્બ બનાવતી વખતે જ પ્રચંડ વિસ્ફોટ, શરીરના ચીથરાં ઊડી ગયા, મકાન કાટમાળમાં ફેરવાયુ 1 - image


Bomb Blast In Kannur: કેરળના કન્નૂરમાં આજે સવારે એક મકાનમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થઈ ગયુ છે. બીજી તરફ ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વિસ્ફોટ દેશી બોમ્બ બનાવતી વખતે થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ત્યાં હાજર વ્યક્તિના શરીરના ચીથરાં ઉડી ગયા હતા. 

મકાન કાટમાળમાં ફેરવાયુ 

આ સમગ્ર મામસે પોલીસે જણાવ્યું કે, આ વિસ્ફોટ દેશી બોમ્બ બનાવતી વખતે થયો હશે. વિસ્ફોટ પછી આખુ મકાન કાટમાળમાં ફેરવાઈ ગયુ હતું. આ વિસ્ફોટમાં પાડોસી ઘરોને પણ નુકસાન થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ફોરેન્સિક એક્સપર્ટસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે હાજર છે.

ભાડે આપ્યુ હતું મકાન

પ્રાપ્ત માહિતી પ્રમાણેઘાયલ અને મૃતક વ્યક્તિની હજુ સુધી ઓળખ નથી થઈ. જે ​​મકાનમાં વિસ્ફોટ થયો હતો તેના માલિકનું નામ કિઝારા ગોવિંદન છે. તેમણે તેને પય્યાનુરમાં સ્પેરપાર્ટ્સની દુકાન ચલાવતા બે વ્યક્તિઓને ભાડે આપ્યું હતું. વિસ્ફોટ સમયે ઘરમાં કેટલા લોકો હાજર હતા તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી મળી. 


કન્નૂરમાં અગાઉ પણ ગેરકાયદેસર બોમ્બ બનાવવાના મામલા સામે આવી ચૂક્યા છે

તમને જણાવી દઈએ કે, કન્નૂર જિલ્લામાં અગાઉ પણ ગેરકાયદેસર બોમ્બ બનાવવાના ઘણા મામલા સામે આવી ચૂક્યા છે. એપ્રિલ 2024માં સત્તારુઢ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સવાદીના એક કાર્યકર પનૂરમાં આ જ પ્રકારના એક દેશી બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા. 

આ પણ વાંચો: 'શરમ આવવી જોઇએ...' થપ્પડ કાંડનો વીડિયો સામે આવતા ભડકી શ્રીસંતની પત્ની, લલિત મોદી-ક્લાર્કને ખખડાવ્યા

બીજી તરફ થાલાસ્સેરીમાં એક 90 વર્ષીય વ્યક્તિનું નિર્જન પ્લોટમાંથી મળેલા સ્ટીલ બોમ્બને ભૂલથી ઉપાડી લેતા મૃત્યુ થઈ ગયુ હતું. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.

Tags :