Get The App

કેરળમાં અકસ્માતમાં ભિખારીનું મોત, પેટીમાં 45 લાખ રૂપિયા રોકડા મળ્યાં, કોને મળશે આ રકમ?

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
કેરળમાં અકસ્માતમાં ભિખારીનું મોત, પેટીમાં 45 લાખ રૂપિયા રોકડા મળ્યાં, કોને મળશે આ રકમ? 1 - image


Kerala: કેરળના અલાપ્પુઝામાં એક ભિખારીનું માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયું. ભિખારીના મૃત્યુ બાદ જ્યારે તેના સામાનની તપાસ કરતાં એક ચોંકાવનારો ખુલાસો થયો. જ્યારે તેની પેટી ખોલીને જોઈ તો હાજર અધિકારીઓ પણ દંગ રહી ગયા. 

ભિખારીને નડ્યો માર્ગ અકસ્માત

અલાપ્પુઝાના ચારુમ્મૂત અને તેની આસપાસના વિસ્તારમાં એક ભિખારી ઘણા સમયથી ભીખ માગવાનું કામ કરતો હતો. સોમવારે રાત્રે ભિખારી માર્ગ અકસ્માતનો શિકાર બન્યો, ત્યારબાદ સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો.

હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગયો

ત્યારબાદ ભિખારી કોઈને જાણ કર્યા વિના હોસ્પિટલમાંથી જતો રહ્યો અને હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે તેણે પોતાનું નામ અનિલ કિશોર જણાવ્યું હતું. જોકે, મંગળવારે સવારે તે એક દુકાનની બહાર મૃત હાલતમાં મળી આવ્યો, ત્યારબાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો.

ભિખારીની પેટીમાંથી 45 લાખ રૂપિયા રોકડા મળ્યાં

તેના મૃતદેહ પાસેથી એક પેટી મળી આવી હતી, જેને સ્થાનિક પંચાયત સભ્ય ફિલિપ ઉમ્માનની હાજરીમાં ખોલવામાં આવી. તમે જાણીને દંગ રહી જશો કે, ભિખારીની આ પેટીમાંથી 45 લાખથી વધુની રોકડ મળી આવી. આ રોકડ રકમમાં પ્રતિબંધિત 2000 રૂપિયાની નોટની સાથે-સાથે વિદેશી મુદ્રા પણ સામેલ હતી. 

આ પણ વાંચો: EDના દરોડા ચાલતા હતા, ત્યાં પહોંચી ગયા મમતા બેનરજી... ચૂંટણી પહેલા 'ફાઈલ ચોરી'નો આરોપ

અદાલતને સોંપવામાં આવશે પૈસા

પોલીસે જણાવ્યું કે, રોકડ પ્લાસ્ટિકના ડબ્બામાં રાખવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ભિખારી દરરોજ ભીખ માંગતો હતો અને ખાવા-પીવાના ખર્ચા માટે ફણ પૈસા માગતો હતો. કોઈને અંદાજો પણ નહોતો કે, તે આટલી મોટી રકમ લઈને જઈ રહ્યો છે. પંચાયત સભ્ય ઉમ્માને કહ્યું કે, આ રકમ જોઈને બધા દંગ રહી ગયા છે. પોલીસે કહ્યું કે, ભલે કિશોરના પરિવારના કોઈ સભ્ય તેનો દાવો કરવા માટે આવે કે ન આવે પરંતુ રોકડ અદાલતને સોંપી દેવામાં આવશે.