Get The App

કર્ણાટકમાં ઈઝરાયલી પર્યટક સહિત બે મહિલાઓ પર ગેંગરેપ, 3 મિત્રોને નહેરમાં ફેંક્યા, એકનું મોત

Updated: Mar 8th, 2025

GS TEAM


Google News
Google News
કર્ણાટકમાં ઈઝરાયલી પર્યટક સહિત બે મહિલાઓ પર ગેંગરેપ, 3 મિત્રોને નહેરમાં ફેંક્યા, એકનું મોત 1 - image


Karnataka Gang Rape: કર્ણાટકના વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ હમ્પી પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ઈઝરાયલની એક 27 વર્ષીય પર્યટક અને એક હોમસ્ટે ચલાવનારી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટના ગુરૂવારે રાત્રે આશરે 11:30 વાગ્યે બની હતી, જ્યારે બંને મહિલાઓ સાનાપુર તળાવના કિનારે બેસીને તારાઓનો રમણીય નજારો જોઈ રહી હતી. 

પહેલાં 100 રૂપિયા માંગ્યા અને પછી...

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત મહિલાઓ ત્રણ અન્ય પુરૂષ પર્યટકો સાથે હતી, જેમાંથી એક અમેરિકન નાગરિક અને બે ભારતીય નાગરિક (મહારાષ્ટ્ર અને ઓડીશા)ના હતાં. આ તમામ તુંગભદ્રા તળાવ પાસે સંગીત સાંભળતા હતાં અને રાતનો આનંદ લઈ રહ્યા હતાં. આ દરમિયાન ત્રણ અજાણ્યા લોકો મોટરસાઇકલ પર ત્યાં પહોંચ્યા. પહેલાં આરોપીઓએ પેટ્રોલ માટે પૂછપરછ કરી અને બાદમાં ઈઝરાયલની પર્યટક પાસે 100 રૂપિયા માંગ્યા. જ્યારે તેણે પૈસા આપવાનો ઈનકાર કરી દીધો તો બંને વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો. બાદમાં આ અજાણ્યા શખસોએ પુરૂષ પર્યટકો પર હુમલો કરી દીધો અને તેમને તળાવમાં ધક્કો મારી દીધો. બંનેને તળાવમાં ફેંકી તેઓએ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયાં. પુરૂષ પર્યટક અમેરિકન નાગિક ડેનિયલ અને મહારાષ્ટ્રનો પંકજ તળાવમાંથી બહાર નીકળી ગયાં છે. તેમજ ઓડિશાના બિબાશને બીજા દિવસે મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો.

કર્ણાટકમાં ઈઝરાયલી પર્યટક સહિત બે મહિલાઓ પર ગેંગરેપ, 3 મિત્રોને નહેરમાં ફેંક્યા, એકનું મોત 2 - image

આ પણ વાંચોઃ ભારતીય વાયુસેનાનું બીજું વિમાન ક્રેશ, પ.બંગાળમાં ઈમરજન્સી લેન્ડિંગ વખતે સર્જાઈ દુર્ઘટના

પોલીસે હાથ ધરી તપાસ

હોમસ્ટે ચલાવનારી મહિલાની ફરિયાદના આધારે, ગંગાવતી ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની ધારા 309(6) (ચોરી અથવા ખંડણી), 64 (દુષ્કર્મ), 70(1) (સામુહિક દુષ્કર્મ), 311 (લૂંટ અથવા ગંભીર ઈજા અથવા હત્યાનો ઈરાદો) અને 109 (હત્યાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે 6 વિશેષ ટીમ ગોઠવી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. બંને પીડિત મહિલાઓએ વર્તમાનમાં સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસના જણાવ્યા અનુસાર, અમે શંકાસ્પદોની ઓળખ કરી તેમની ધરપકડ કરી લીધી છે.

કર્ણાટકમાં ઈઝરાયલી પર્યટક સહિત બે મહિલાઓ પર ગેંગરેપ, 3 મિત્રોને નહેરમાં ફેંક્યા, એકનું મોત 3 - image

આ પણ વાંચોઃ બ્રિટનમાં જયશંકરની સુરક્ષામાં ચુક થતા ભારત ભડક્યું, કહ્યું- ‘અલગતાવાદીઓને બ્રિટનમાં તબાહી મચાવવાનું લાઈસન્સ’

આ ઘટનાને કારણે સ્થાનિક લોકો અને પર્યટકોમાં ભારે રોષ છે. આ ઘટના કર્ણાટકના પ્રવાસન ઉદ્યોગ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે, જે હમ્પી જેવા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ માટે જાણીતું છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


Tags :