ભારતીય વાયુસેનાનું બીજું વિમાન ક્રેશ, પ.બંગાળમાં ઈમરજન્સી લેન્ડિંગ વખતે સર્જાઈ દુર્ઘટના
Indian Airforce AN 32 Plane Crash in West Bengal : પ.બંગાળના બાગડોરાથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં ભારતીય વાયુસેનાનું એએન-32 વિમાન ઈમરજન્સી લેન્ડિંગ કરવા જતાં ક્રેશ થઇ ગયું છે. અધિકારીઓના અહેવાલ અનુસાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. વાયુસેનાને ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ત્વરિત રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
હરિયાણામાં પણ તૂટી પડ્યું હતું જેગુઆર
ઉલ્લેખનીય છે કે આ પહેલા હરિયાણામાં પણ એરફોર્સનું એક જેગુઆર ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું હતું. એટલા માટે એક જ દિવસમાં સતત બે વિમાન દુર્ઘટના સર્જાતા એરફોર્સની ચિંતા વધી ગઇ હતી. હરિયાણાની દુર્ઘટના સમયે પણ પાઇલટે સમયસૂચકતા વાપરી પેરાશૂટ સાથે વિમાનમાંથી સુરક્ષિત ઈજેક્ટ કર્યું હતું. પાઇલટે આ સાથે સુનસાન વિસ્તારમાં ક્રેશ લેન્ડિંગ કરી હતી જેના લીધે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.