લખનૌ, તા.6 એપ્રિલ 2020, સોમવાર
બોલીવૂડ સિંગર કનિકા કપૂર આખરે કોરોના વાચરસથી મુક્ત થઈ ગઈ છે.
કનિકા કપૂરનો છઠ્ઠો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કનિકા કપૂરનો પાંચમો ટેસ્ટ પણ આ પહેલા નેગેટિવ આવ્યો હતો.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે કનિકાને લખનૌની હોસ્પિટલમાંથી આજે સવારે રજા આપી દેવાઈ છે. જે તેના ફેન્સ અને પરિવાર માટે સારી ખબર છે.
કનિકાના સતત ચાર ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પરિવારે તેને એરલિફ્ટ કરવાની માંગ કરી હતી. જોકે એ પછી પણ હોસ્પિટલે કહ્યુ હતુ કે, કનિકાને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલની વાત આખરે સાચી પડી છઓે.હવે તેનામાં કોરોનાના કોઈ લક્ષણ નથી.તે સામાન્ય રીતે જ જીવી રહી છે.
જોકે કનિકાની મુશ્કેલીઓ ખતમ થઈ નથી.તેની સામે લંડનથી પાછા ફર્યા બાદ વિદેશ પ્રવાસની માહિતી છુપાવવા બદલ ફરિયાદ થઈ હતી. જેની તપાસનો તેને સામનો કરવો પડશે.


