| (IMAGE - IANS) |
Kamala Pasand: જાણીતી પાન મસાલા કંપની 'કમલા પસંદ' અને 'રાજશ્રી'ના માલિક કમલકિશોરના પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયા (40)એ મંગળવારે સાંજે આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળેથી પોલીસને સુસાઇડ નોટ મળી છે, જેમાં કોઈ પર સીધો આરોપ લગાવવામાં આવ્યો નથી. જોકે, દીપ્તિના પરિવારજનોએ પોલીસ સમક્ષ આત્મહત્યા માટે ઉશ્કેરવાની ગંભીર ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે તપાસનો શરૂ કરવામાં આવી છે.
કૌટુંબિક વિવાદની આશંકા
દીપ્તિ ચૌરસિયાના લગ્ન વર્ષ 2010માં કમલકિશોરના પુત્ર હરપ્રીત ચૌરસિયા સાથે થયા હતા અને તેમને 14 વર્ષનો એક પુત્ર છે. જોકે, માહિતી મળી છે કે હરપ્રીતે બે લગ્ન કર્યા છે, જેમાં તેમની બીજી પત્ની દક્ષિણ ભારતીય ફિલ્મની અભિનેત્રી છે. વસંત વિહાર પોલીસ હાલમાં આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ મળી
જાણકારી મુજબ, દીપ્તિનો મૃતદેહ ચુંદડીથી લટકાયેલો મળી આવ્યો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે, ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. જોકે, આ નોટમાં કયા વ્યક્તિનું નામ છે અથવા કઈ વિગતો લખેલી છે, તે અંગે હજુ સુધી પોલીસે કોઈ સ્પષ્ટતા કરી નથી.
અનેક પાન મસાલા બ્રાન્ડ્સના માલિક
જાણીતી પાન મસાલા કંપની કમલા પસંદના માલિકનો સંબંધ કાનપુર સાથે છે. આ બિઝનેસ કાનપુરના ફીલખાના મહોલ્લામાંથી કમલાકિશોર ચૌરસિયાએ શરૂ કર્યો હતો. લગભગ 40-45 વર્ષ પહેલાં તેઓ ગુમટીમાં પાન મસાલો વેચતા હતા, પરંતુ આજે તેમની કંપનીનું ટર્નઓવર અરબો રૂપિયાનું છે. તેમની પાસે પાન મસાલા અને ગુટખાની અનેક બ્રાન્ડ્સ છે. તેમજ તેમનો વેપાર કાનપુર, દિલ્હીથી લઈને કોલકાતા અને મુંબઈ સુધી વિસ્તરેલો છે.
આ પણ વાંચો: યુપીમાં BLO તરીકે કામગીરી કરતા એકાઉન્ટન્ટે કરી આત્મહત્યા, લગ્નને એક જ દિવસ બાકી હતો
શરૂઆત: 1980-85માં ઘરમાં ઉત્પાદન
1980-85ના સમયગાળા દરમિયાન, કમલા કાંત ચૌરસિયાએ ઘરમાં જ પાન મસાલો બનાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમને પરિવાર તરફથી પણ મદદ મળતા તેમણે પાન મસાલા અને ગુટખાની અનેક બ્રાન્ડ્સ બનાવી. કમલા પસંદ પાન મસાલાની માલિકી કેપી ગ્રુપ અને કમલાકિશોર કંપની પાસે છે. એવું કહેવામાં આવે છે કે કમલા પસંદ માઉથ ફ્રેશનરનું ઉત્પાદન પણ કરે છે, પરંતુ મુખ્ય પાન મસાલા બ્રાન્ડ કેપી ગ્રુપ સાથે જોડાયેલી છે.


