Get The App

યુપીમાં BLO તરીકે કામગીરી કરતા એકાઉન્ટન્ટે કરી આત્મહત્યા, લગ્નને એક જ દિવસ બાકી હતો

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
યુપીમાં BLO તરીકે કામગીરી કરતા એકાઉન્ટન્ટે કરી આત્મહત્યા, લગ્નને એક જ દિવસ બાકી હતો 1 - image

Uttar Pradesh BLO Died News: જેમ જેમ SIRની પ્રક્રિયા દેશભરમાં આગળ વધી રહી છે તેમ તેમ BLOની આત્મહત્યાના કિસ્સા પણ વધતા જઈ રહ્યા છે. હવે  ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાની બિંદકી તાલુકામાં તૈનાત એકાઉન્ટન્ટ સુધીર કુમારએ પોતાના લગ્નના માત્ર એક દિવસ પહેલા ગળે ફાંસો ખાઈને જીવ ટૂંકાવી લીધો હતો. 

આ પણ વાંચોઃ 'ભાજપના ઉમેદવારને ચૂંટો અને તાત્કાલિક 10 લાખ મેળવો...', કેન્દ્રીય મંત્રીનું નિવેદન ચર્ચામાં

પરિવારજનોનો ગંભીર આરોપ 

આ ઘટના બાદ એકાઉન્ટન્ટના પરિજનો અને યુનિયનનો આરોપ છે કે, તેમને 'SIR' (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ) ના કામના કારણે રજા મળી ન હતી. કામના ભારે દબાણથી તણાવમાં હતા, જેના કારણે તેમણે આ પગલું ભર્યું.

આ પણ વાંચોઃ ભારતીય સમાજને જોઈએ છે બલિનો બકરોઃ ક્રિકેટથી લઈને પોલિટિક્સ સુધી, ભારતીયોનું હીરો વર્શીપિંગ અને સ્કેપગોટિંગ!

લગ્નને એક જ દિવસ બાકી હતો

બિંદકી કોતવાલીના બાગબાદશાહી ખજુહાના રહેવાસી એકાઉન્ટન્ટ સુધીર કુમારની બુધવારે (26 નવેમ્બર, 2025) ના રોજ લગ્ન થવાના હતા. તેમણે લગ્ન માટે સાત દિવસની રજા માંગી હતી, જે એસડીએમ (SDM) દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જોકે, એકાઉન્ટન્ટ સંઘનો આરોપ છે કે મંગળવારે સવારે એક રેવન્યુ ઓફિસર તેમના ઘરે આવ્યા હતા અને ગણના પત્રક ભરવાનું કહીને કામનું દબાણ કર્યું હતું. ત્યારબાદ, લેખપાલે પોતાના રૂમમાં જઈને પંખાના હૂક સાથે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી. મૃતક લેખપાલની બહેને EROની માનસિક સતામણીને જ આત્મહત્યાનું કારણ ગણાવી પોલીસને લેખિત ફરિયાદ આપી છે.