ફરી શરુ થઈ રહી છે કૈલાસ માનસરોવર યાત્રા, જાણો કયા રૂટ અને કેટલા લોકોની થઈ પસંદગી
Kailash Mansarovar Yatra: પાંચ વર્ષ બાદ આ વર્ષે જૂનથી ફરી એકવાર ભારતીય તીર્થયાત્રીઓ કૈલાસ માનસરોવરની યાત્રા પર જઈ શકશે. આ વખતે ચીન અને ભારતની વચ્ચે પહેલેથી જ થયેલા કરાર બાદ વિદેશ મંત્રાલયે બુધવારે લોટરી સિસ્ટમ દ્વારા સૌભાગ્યશાળી યાત્રીઓના નામની જાહેરાત કરી છે.
બંને રુટ પર થશે માનસરોવર યાત્રા
વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જૂનથી ઑગસ્ટની દરમિયાન 50-50 યાત્રાળુના કુલ 15 ગ્રૂપને માનસરોવરની યાત્રા માટે રવાના કરાશે. તેમાથી 50-50ના પાંચ યાત્રીઓનું ગ્રૂપ લિપુલેખના રસ્તે માનસરોવર પહોંચશે, જ્યારે 50-50 યાત્રાળુઓ 10ના ગ્રૂપની અલગ અલગ સમયે નાથુ લા રુટથી રવાના થશે. એવું પણ જાણવા મળ્યું છે કે, બંને માર્ગો પર કેટલીક હદ સુધી કાર દ્વારા પહોંચવા માટે રસ્તો બરોબર બનાવવામાં આવ્યા છે, તેથી મુસાફરોએ ખૂબ જ ઓછું અંતર ચાલવું પડશે.
લોટરી સિસ્ટમ દ્વારા નીકાળવામાં આવે છે નામ
અહીં એક કાર્યક્રમમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે લોટરી સિસ્ટમ દ્વારા પસંદ કરાયેલા મુસાફરોના નામ જાહેર કર્યા. વિદેશ મંત્રાલયનો દાવો છે કે લોટરી સિસ્ટમ કમ્પ્યુટર આધારિત છે, જે સંપૂર્ણપણે પારદર્શક છે.
આ વર્ષે કુલ 5561 યાત્રાળુઓએ નોંધણી કરાવી હતી.
તેમાં 4024 પુરુષો અને 1537 મહિલાઓનો સમાવેશ થાય છે.
તેમાંથી 750 મુસાફરોની પસંદગી કરવામાં આવી છે.