Get The App

કબડ્ડી ખેલાડીને બેદરકારી ભારે પડી, ગલૂડિયું કરડી જવા છતાં એન્ટી રેબિઝ ઈન્જેક્શન ન લેતા નિધન

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
કબડ્ડી ખેલાડીને બેદરકારી ભારે પડી, ગલૂડિયું કરડી જવા છતાં એન્ટી રેબિઝ ઈન્જેક્શન ન લેતા નિધન 1 - image

Image: X  @ManjuVenusIndra



Uttar Pradesh Kabaddi Players Died due to Rabies: ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં રાજ્ય સ્તરીય 22 વર્ષીય કબડ્ડી ખેલાડી બૃજેશ સોલંકીએ શ્વાનના કરડ્યા બાદ કથિત રૂપે હડકવાંની રસી નહતી લીધી, જેના કારણે તેમનું મૃત્યું નિપજ્યું. ખેલાડીના મૃત્યુ બાદથી પરિજનો શોકમાં ગરકાવ છે. 

મળતી માહિતી મુજબ, બૃજેશ સોલંકી ખુર્જાનગર કોતવાલી વિસ્તારના ફરાના ગામનો નિવાસી હતો. તેને લગભગ બે મહિના પહેલાં એક શ્વાન કરડ્યું હતું. પરંતુ, તેણે આ ઘટનાને ગંભીરતાથી ન લીધી. બાદમાં 28 જૂને અચાનક તેની તબિયત ખરાબ થવા લાગી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામં આવ્યો હતો, તેમ છતાં તે બચી ન શક્યો.  

આ પણ વાંચોઃ બેદરકારીથી અકસ્માતના કિસ્સામાં મૃતકોના પરિવારોને વીમાનું વળતર નહીં મળે: સુપ્રીમ કોર્ટ

ત્રણ ભાઈમાં સૌથી નાનો

બૃજેશના ભાઈ સંદીપે આ વિશે વાત કરતા જણાવ્યું કે, બે મહિના પહેલાં એક ગલુડિયું નાળામાં ફસાઈ ગયું હતું. તેને બચાવવાના પ્રયાસમાં ગલુંડિયું બૃજેશની આંગળી પર કરડી ગયું. એ સમયે બૃજેશે  વિચાર્યું કે, આ કોઈ ગંભીર બાબત નથી અને તેણે હડકવાની રસી ન લીધી. બાદમાં અલીગઢની એક ખાનગી હોસ્પિટલે પુષ્ટિ કરી કે, તેને કોઈ જાનવરે કરડ્યું હતું, કદાચ વાંદરો અથવા શ્વાન.

સ્વાસ્થ્ય વિભાગની ટીમ થઈ એક્ટિવ

બૃજેશની મોત બાદ સ્વાસ્થ્ય વિભાગની ટીમે તેની હિસ્ટ્રી લઈને પરિવાર સાથે ડૉક્ટર્સના ગામમાં 29 લોકોને હડકવાની રસી લગાવી છે. આ સિવાય તમામને અપીલ કરી કે, જે પણ બૃજેશના સંપર્કમાં આવ્યા હતા, તે તુરંત રસી લગાવી લે. 

આ પણ વાંચોઃ કોલેજોની મંજૂરીમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ સહિત ત્રણ સામે CBI તપાસ

વીડિયો થયો વાઈરલ

નોંધનીય છે કે, બૃજેશનો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે હડકવાના કારણે તડપતો જોવા મળી રહ્યો છે. જેને જોઈને સૌ કોઈ દુઃખી થઈ ગયા.

Tags :