'મને શરમ આવે છે કે આવા સમાજમાં જીવું છું...', 100 વર્ષની માતાના કેસમાં દીકરા પર ભડક્યા જજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image: IANS |
Kerala High Court: કેરળ હાઇકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું કે, જો કોઈ માતાને એકથી વધુ સંતાન છે તો તેને આધાર બનાવીને દીકરો ભરણપોષણ આપવાનો ઇન્કાર ન કરી શકે. હાઇકોર્ટે નીચલી અદાલતના નિર્ણય સામે અપીલકર્તા દીકરાની અરજીને રદ કરતાં કહ્યું કે, અન્ય બાળકોની હાજરી ભરણ પોષણ ન આપવા માટેનો વાજબી બચાવ નથી.
કોર્ટે નકારી અરજી
જસ્ટિસ પી.વી કુન્હીકૃષ્ણનને આવા એક દીકરાની અરજી રદ કરી હતી. ફેમિલી કોર્ટ દ્વારા તેને પોતાની 100 વર્ષની માતાને ફક્ત 2000 રૂપિયાનું ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. જેનાથી બચવા તેણે હાઇકોર્ટનો સંપર્ક કર્યો. પરંતુ, કોર્ટે અરજદારના એ તર્કનો અસ્વીકાર કરી દીધો કે, માતા એક બીજા દીકરા સાથે રહે છે અને તેમના બીજા બાળકો છે, જે ભરણ પોષણ કરવામાં સક્ષમ છે.
વૃદ્ધા 8 વર્ષથી લડે છે કેસ
આ મુદ્દે જસ્ટિસ કુન્હીકૃષ્ણનને દીકરાના તર્ક પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, 'શરમ આવવી જોઈએ. 100 વર્ષની વૃદ્ધ અને લાચાર માતાને ફક્ત 2000 રૂપિયા ન આપી શકો.'
તેમણે પોતાના આદેશમાં લખ્યું કે, 'ભરણપોષણ માટે અરજી દાખલ કરતી વખતે અરજદારની માતા 92 વર્ષની હતી. હવે તે 100 વર્ષની થઈ ચૂકી છે અને પોતાના દીકરા પાસે ભરણપોષણની આશા રાખી રહી છે! મને કહેતા શરમ આવે છે કે, હું આ સમાજનો સભ્ય છું, જ્યાં દીકરો પોતાની 100 વર્ષની માતાને ફક્ત 2000 રૂપિયા માસિક ભરણપોષણ આપવાનો ઇન્કાર કરવાના કારણે કોર્ટમાં કેસ લડી રહ્યો છે.'
આ પણ વાંચોઃ ચૂંટણી પંચ મતોની ચોરી કરે છે, જે પણ અધિકારી સંડોવાયેલા છે તેને છોડીશું નહીં: રાહુલ ગાંધી
ત્રણ વર્ષ પહેલાં ફેમિલી કોર્ટમાં નક્કી થઈ હતી રકમ
જસ્ટિસ કુન્હીકૃષ્ણનને અરજી રદ કરતાં નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, 'અમને વાતથી પણ દુઃખ છે કે, 100 વર્ષીય વૃદ્ધ માતાએ પોતાના દીકરાના ભરણપોષણ મેળવવા માટે સાક્ષીઓ લાવવા પડે છે અને કોર્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ફેમિલી કોર્ટે 2022માં ભરણપોષણનો આદેશ આપ્યો હતો, તેમ છતાં અરજદારે પોતાની માતાને ચૂકવણી ન કરી અને તેની સામે મહેસૂલ વસુલીની કાર્યવાહી શરુ કરી દીધી.'









