Get The App

ઓડિશાના રાઉરકેલામાં વિસ્ફોટકો ભરેલી ટ્રક નક્સલીઓ લૂંટી ગયા, ડ્રાઈવરનું પણ અપહરણ

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
ઓડિશાના રાઉરકેલામાં વિસ્ફોટકો ભરેલી ટ્રક નક્સલીઓ લૂંટી ગયા, ડ્રાઈવરનું પણ અપહરણ 1 - image


Image Source: Twitter

Jharkhand Rourkela Naxals Looted Truck: ઓડિશાના રાઉરકેલામાં નક્સલીઓએ ફરી એક વખત સુરક્ષા વ્યવસ્થાને પડકારી છે. નક્સલીઓએ વિસ્ફોટકથી ભરેલી ટ્રક લૂંટી લીધી છે. નક્સલીઓએ દોઢ ટન વિસ્ફોટક ભરેલી ટ્રક લૂંટી લીધી છે. આ ઘટના બાદ ઝારખંડ અને ઓડિશા પોલીસ એલર્ટ પર છે. 

ડ્રાઈવરને પણ બંધક બનાવી લીધો

આ ટ્રક રાઉરકેલાના કેબલાંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાંકો પથ્થરની ખાણ તરફ જઈ રહી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નક્સલીઓએ ટ્રકને રોકીને તેના ડ્રાઈવરને બંધક બનાવી લીધો અને ટ્રકને બળજબરીથી સારંડાના ગાઢ જંગલ તરફ લઈ ગયા. ઘટના બાદથી ઝારખંડ અને ઓડિશા પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે.

નક્સલવાદ ભારતના અનેક રાજ્યોમાં એક ગંભીર પડકાર

તમને જણાવી દઈએ કે, નક્સલવાદ ભારતના અનેક રાજ્યોમાં એક ગંભીર પડકાર બની ગયો છે. જેમાં ખાસ કરીને છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રના કેટલાક હિસ્સા સામેલ છે. તાજેતરના વર્ષોમાં સુરક્ષા દળોએ નક્સલીઓ વિરુદ્ધ ઘણા સફળ ઓપરેશન ચલાવ્યા છે, જેમાં કેટલાક મોટા નક્સલી કમાંડરોને ઠાર કરી દેવામાં આવ્યા છે અને કેટલાકે આત્મસમર્પણ કરી લીધું છે. 

આ પણ વાંચો: આસામ પોલીસ સામે 171 ફેક એન્કાઉન્ટરનો આરોપ, સુપ્રીમ કોર્ટે માનવ અધિકાર પંચને સોંપી તપાસ

છત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર

તાજેતરમાં 21 મે 2025ના રોજ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં થયેલા એક મોટા એન્કાઉન્ટરમાં નક્સલી સંગઠન ભાકપા (માઓવાદી)ના મહાસચિવ નંબાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજને ઠાર કરી દેવામાં આવ્યો હતો, જેના પર કુલ 10 કરોડ રૂપિયાનું ઈનામ હતું. જોકે, માડવી હિડમા જેવા અન્ય ઘણા ખૂંખાર નક્સલીઓ હજુ પણ ફરાર છે અને સુરક્ષા દળો માટે એક મોટો પડકાર છે.

નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષાદળઓની કાર્યવાહી

છત્તીસગઢ

છત્તીસગઢમાં 2025માં નક્સલીઓ સામે ઘણા મોટા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. 21 મે 2025ના રોજ નારાયણપુરમાં થયેલા એન્કાઉન્ટરમાં 27 નક્સલીઓ માર્યા ગયા હતા, જેમાં બસવરાજ જેવા મોટા નામ સામેલ હતા. બીજાપુર અને કાંકેરમાં 113 નક્સલીઓ માર્યા ગયા હતા, 104ની ધરપકડ કરવામાં આવી હતી અને 164એ આત્મસમર્પણ કરી લીધુ હતું. 

ઝારખંડ

ઝારખંડમાં 2021થી 2025 સુધી 1490 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી હતી. સારંડાના જંગલોમાં નક્સલીઓ વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેનો લક્ષ્ય 2026 સુધીમાં નક્સલવાદનો સંપૂર્ણ ખાતમો છે. 

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં મે 2025માં 5 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમના પર કુલ 36 લાખ રૂપિયાનું ઈનામ હતું.

જાણો કયા નક્સલીઓ પર કેટલાનું ઈનામ

માડવી હિડમા નક્સલીઓનો પ્રમુખ કમાન્ડર છે જેના પર 45 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીનું ઈનામ છે. તેના સિવાય ઝારખંડમાં અસીમ મંડલ, પતિરામ માંઝી અને મિસીર બેસરા જેવા નક્સલીઓ પર 1 કરોડ રૂપિયાનું ઈનામ છે, જ્યારે સુજાતા અને અન્ય કમાન્ડરો પર 25 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયાનું ઈનામ છે. સુરક્ષા દળોએ નક્સલવાદ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે, અને 2026 સુધીમાં નક્સલવાદના ખાતમાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જોકે, હિડમા જેવા નક્સલીઓની ગુપ્ત ગતિવિધિઓ અને જંગલોમાં તેમની હાજરી હજુ પણ એક મોટો પડકાર છે.


Tags :