Get The App

'ખોપરી ખાલી કરીને નથી બેઠા...', જજ અને વકીલ વચ્ચે કોર્ટમાં જ ઉગ્ર બોલાચાલી, થઈ કાર્યવાહી

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
'ખોપરી ખાલી કરીને નથી બેઠા...', જજ અને વકીલ વચ્ચે કોર્ટમાં જ ઉગ્ર બોલાચાલી, થઈ કાર્યવાહી 1 - image


Jharkhand Judge Advocate Fierce Argument : ઝારખંડ હાઈકોર્ટમાં વીજળીના બિલને લઈને ચાલી રહેલી એક સુનાવણી દરમિયાન એક વકીલ અને જજ વચ્ચે ભારે ગરમાગરમી થઈ હતી. આ સમગ્ર ઘટના બાદ કોર્ટે વકીલ મહેશ તિવારી વિરુદ્ધ અવમાનના (Contempt)નો કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.

જજ અને વકીલ વચ્ચે ઉગ્ર દલીલ

આ ઘટના જસ્ટિસ રાજેશ કુમારની સિંગલ બેન્ચમાં એક વિધવા મહિલાના વીજળી કનેક્શન સંબંધિત કેસની સુનાવણી દરમિયાન બની હતી. મહિલાના માથે ₹1.25 લાખથી વધુનું બિલ બાકી હોવાથી વીજળી બોર્ડે તેનું કનેક્શન કાપી નાખ્યું હતું.

વકીલે શું કહ્યું?

કોર્ટે મહિલાને રૂ.50,000 જમા કરાવવાનો આદેશ આપ્યો અને વીજળી બોર્ડને કનેક્શન ફરીથી ચાલુ કરવા જણાવ્યું હતું. જોકે, વકીલ તિવારીએ દલીલ કરી કે, મહિલાની આર્થિક સ્થિતિ અને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને માત્ર રૂ.10-15 હજાર જમા કરાવીને કનેક્શન ચાલુ કરી દેવું જોઈએ. કારણ કે, મહિનાનું બિલ માત્ર 200 રૂપિયાથી પણ ઓછું આવતું હતું.

જસ્ટિસે શું કહ્યું?

આના જવાબમાં જસ્ટિસે કહ્યું હતું કે, 'ના, આટલું નહીં, સ્થિતિ એટલી પણ ખરાબ નથી. કાયદા મુજબ ચાલવું પડશે. હું 'કોર્ટ ઑફ જસ્ટિસ' નથી, પણ 'કોર્ટ ઑફ લૉ' છું. હું યોગ્ય રકમ જમા કરાવ્યા પછી જ રાહત આપી શકું.'

'હું મારી રીતે દલીલ કરીશ, તમારી રીતે નહીં...'

વકીલ મહેશ તિવારીએ દલીલ ચાલુ રાખતા જજને કહ્યું કે, 'હું મારી રીતે દલીલ કરી શકુ છું, તમારી રીતે નહીં. મહેરબાની કરીને આનું ધ્યાન રાખો. કોઈ વકીલનું અપમાન કરવાની કોશિશ ન કરો, હું તમને જણાવી રહ્યો છું. સાહેબ પ્લીઝ મહેરબાની કરીને કોઈનું અપમાન કરવાની કોશિશ ન કરો. દેશ ન્યાયતંત્ર સાથે બળી રહ્યો છે, આ મારા શબ્દો છે. તમે બધું જાણો છો, તમે જજ બની ગયા છો, અમે નથી જાણતા, અમે વકીલ છીએ. હું મારી રીતે દલીલ કરીશ. લિમિટ ક્રોસ ન કરો, પ્લીઝ. મેં છેલ્લા 40 વર્ષથી પ્રેક્ટિસ કરી છે.' 

આ પણ વાંચો: NDAમાં ખેંચતાણ : ભાજપની નીતિથી યોગીના મંત્રી નારાજ થયા, 153માંથી 47 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા

'ખોપરી ખાલી કરીને બેઠા નથી ને...'

જ્યારે વકીલે કહ્યું કે, બિલની રકમ વધુ છે, ત્યારે જજે જવાબ આપ્યો હતો કે, 'ખોપરી ખાલી કરીને બેઠા નથી ને તિવારીજી, ખોપરીમાં કાંઈ છે..." સમગ્ર મામલે સુનાવણી બાદ વકીલે 50 હજાર રૂપિયા રકમ જમા કરવા રાજી થઈ ગયા હતા, આ પછી વીજળી ચાલુ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જોકે, આ ઉગ્ર દલીલો બાદ કોર્ટે વકીલ મહેશ તિવારી વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટનો કેસ શરૂ કર્યો છે, જેની સુનાવણી માટે 11 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે. 

Tags :