Get The App

જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી, તહરીક-એ-હુર્રિયતનું હેડક્વાર્ટર સીલ

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી, તહરીક-એ-હુર્રિયતનું હેડક્વાર્ટર સીલ 1 - image


Big Action Against Terror Network: જમ્મુ અને કાશ્મીર પોલીસે બુધવારે (પહેલી ઓક્ટોબર) આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી શરૂ કરાઈ હતી. પોલીસે બડગામ જિલ્લાના હૈદરપોરામાં પ્રતિબંધિત તહરીક-એ-હુર્રિયતના મુખ્યાલયને કબજે કર્યું. આ સંગઠનની સ્થાપના 2004માં અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠન વર્ષોથી કાશ્મીરમાં ખાસ કરીને ખીણમાં અલગતાવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું હોવાના અહેવાલ છે. ગિલાનીનું 2021માં અવસાન થયું.

UAPA હેઠળ કાર્યવાહી

અહેવાલો અનુસાર, હૈદરપોરામાં રહેમતાબાદ ઓફિસને ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 (UAPA)ની કલમ 25 હેઠળ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી મિલકતમાં 1 કનાલ 1 મરલા જમીન (ઠાસરા નંબર 946, ખાટા નંબર 306) પર ત્રણ માળની ઇમારતનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ પ્રતિબંધિત સંગઠનના કાર્યાલય તરીકે થઈ રહ્યો હતો. આ કાર્યવાહી UAPA હેઠળ બડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR નંબર 08/2024 સાથે જોડાયેલી છે.

આવી કાર્યવાહી આગળ વધારવાના સંકેતો

પોલીસના જણાવ્યાનુસાર, એકત્રિત પુરાવાઓના આધારે અને સક્ષમ અધિકારીની યોગ્ય મંજૂરી બાદ કાનૂની જોગવાઈઓ અનુસાર મિલકત જપ્ત કરવામાં આવી હતી.આ કાર્યવાહી ગેરકાયદે અને વિધ્વંસક પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી તપાસમાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટેના જોખમોને નિષ્ક્રિય કરવા અને પ્રદેશમાં શાંતિ જાળવવા માટે બડગામ પોલીસના દ્રઢ નિશ્ચયને પ્રતિબિંબિત કરે છે. બડગામ પોલીસ, અન્ય એજન્સીઓ સાથે મળીને, રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે હાનિકારક પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓ અને સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલ્લી રહેશે, ફક્ત આમને મંજૂરી નહીં

કેન્દ્ર સરકારે 2023માં પ્રતિબંધ લાદ્યા

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં કેન્દ્ર સરકારે તહરીક-એ-હુર્રિયતને ગેરકાયદે સંગઠન જાહેર કર્યું હતું અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હુર્રિયત કોન્ફરન્સના ઘટક પીપલ્સ કોન્ફરન્સ, જે પ્રોક્સી ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં ભાગ લે છે, તેના પર હુર્રિયત કોન્ફરન્સના મૌનને કારણે ગિલાની 2002માં જમાત-એ-ઇસ્લામી જમ્મુ અને કાશ્મીરથી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે 2004માં પોતાનું અલગ સંગઠન, તહરીક-એ-હુર્રિયત કાશ્મીર બનાવ્યું. આના કારણે હુર્રિયત કોન્ફરન્સમાં ભાગલા પડ્યા.

Tags :