Get The App

જમ્મુ-કાશ્મીર : કુપવાડામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 5 આતંકવાદીઓ ઠાર

મચ્છલ સેક્ટરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી 5 આતંકવાદીને કર્યા ઠાર

Updated: Oct 26th, 2023

GS TEAM

Google News
Google News
જમ્મુ-કાશ્મીર : કુપવાડામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 5 આતંકવાદીઓ ઠાર 1 - image

શ્રીનગર, તા.26 ઓક્ટોબર-2023, ગુરુવાર

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના કુપવાડા (Kupwara) જિલ્લામાં ગુરુવારે મચ્છલ સેક્ટરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાએ આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવી છે, જે અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને જાણકારી આપી છે. પોલીસે ટ્વિટ કરતા જણાવ્યું છે કે, કુપવાડા પોલીસની માહિતીના આધારે મચ્છલ સેક્ટરમાં અથડામણ શરૂ થઈ છે, જેમાં અત્યાર સુધીમાં 5 આતંકવાદીઓને ઠાર કરાયા છે. હાલ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ અગાઉ શ્રીનગર સ્થિત સેનાના ચિનાર કોરે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા 26 ઓક્ટોબરે સંયુક્ત અભિયાન હાથ ધરાયું હતું, જેમાં કુપવાડા સેક્ટરમાં સતર્ક જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યો છે. પોસ્ટમાં જણાવાયું છે કે, હાલ ઓપરેશન ચાલી રહ્યું છે.

અગાઉ રાજૌરી જિલ્લામાં સેના-આતંકવાદીઓ વચ્ચે થઈ હતી અથડામણ

આ અગાઉ ત્રીજી ઓક્ટોબરે રાજૌરી જિલ્લાના કાલાકોટના જંગલોમાં ગઈકાલે મોડી રાતે આતંકી અને સુરક્ષા દળના જવાન વચ્ચે અથડામણ થઇ હતી. શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ, સેનાએ પોલીસ સાથે મળીને કાલાકોટ વિસ્તારમાં બ્રોહ અને સૂમ જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો. આ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 2 પેરા કમાન્ડો સહિત 3 સેનાના જવાન ઘાયલ થયા હતા.

Tags :