બાલાકોટમાં ફરી સક્રિય થયુ જૈશ-એ-મોહમ્મદ: આત્મઘાતી હુમલાની તૈયાર કરી રહ્યુ છે

ઈસ્લામાબાદ, તા. 14 ઓક્ટોબર 2019 સોમવાર
પાકિસ્તાનના બાલાકોટમાં મોટી સંખ્યામાં આતંકવાદી શિક્ષણ લઈ રહ્યા છે. સરકારી સૂત્રો અનુસાર બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદ દ્વારા 45થી 50 આતંકવાદી અને આત્મઘાતી હુમલાવરોને શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.
ટેરર ફન્ડિંગ મામલે FATF દ્વારા પાકિસ્તાન પર બ્લેક લિસ્ટનું જોખમ મંડરાઈ રહ્યુ છે. હવે આ માહિતીથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે. FATFએ ગત વર્ષે જૂનમાં પાકિસ્તાનને ગ્રે યાદીમાં નાખી દીધા હતા.
અગાઉ ભારતીય સુરક્ષા દળોને જાણકારી મળી હતી કે ખીણમાં અશાંતિ ફેલાવવા માટે લગભગ 500 આતંકવાદી ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. સેનાના સૂત્રોએ જણાવ્યુ કે આની જાણકારી મળતા જ જમ્મુ-કાશ્મીરમાં LoC પર આવા કોઈ પણ અનિચ્છનીય પ્રયત્નથી બહાર નીકળવા માટે સેનાને પૂરી છૂટ આપવામાં આવી છે.
જાણકારી મળી હતી કે શિક્ષણ મેળવેલા આતંકવાદી ભારતીય સરહદે ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે અને એક મોટો સમૂહ આતંકી લૉન્ચ પેડ પર રાહ જોઈ રહ્યો છે. ખાનગી માહિતી અનુસાર આ આતંકી ખીણ સહિત દેશના કેટલાક પ્રમુખ શહેરોમાં મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોને નિશાન બનાવી શકે છે.
જોકે સેના કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે બિલકુલ તૈયાર અને સતર્ક છે. સેનાને કોઈ પણ સુરક્ષા પડકારોથી પ્રભાવી રીતે બહાર નીકળવા માટે પૂરી છૂટ આપવામાં આવી છે.

