જેલમાં કેદ મુસ્કાન અને સાહિલે રાખ્યું નવરાત્રિનું વ્રત, ભગવાન કૃષ્ણ જેવા પુત્રની ઈચ્છા
Muskan and Sahil news: મેરઠના ચર્ચિત સૌરભ હત્યા કેસની આરોપી મુસ્કાન અને તેના પ્રેમી અંગે મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી છે. જેલમાં કેદ પતિ સૌરભની હત્યાનો આરોપી મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ ધર્મ અને ભક્તિના માર્ગે ચાલી રહ્યા છે. જેલમાં કેદ મુસ્કાન અને સાહિલ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કર્યા છે અને તેમને કેળા, બાફેલા બટાકા, સાબુદાણા ખીર અને દૂધ આપવામા આવી રહ્યું છે.
આ પણ વાંચો: બિહારની ચૂંટણીમાં NDA જીતશે તો ભાજપનો CM બનશે, નીતીશનું પત્તુ કપાશે : ઓવૈસીનો દાવો
નવરાત્રિ દરમિયાન મુસ્કાન અને સાહિલ ભગવાનના ગુણગાન કરે છે
મેરઠ જેલમાં કેદ મુસ્કાન સાડા છ મહિનાથી ગર્ભવતી છે અને તે ભગવાન કૃષ્ણ જેવા પુત્રને જન્મ આપવા માંગે છે. આ ઉપરાંત તે મેરઠ જેલમાંથી જલ્દી મુક્ત થાય તેવી પ્રાર્થના પણ કરી રહી છે. નવરાત્રિ દરમિયાન મુસ્કાન ભજન સાંજે ભગવાનના ગુણગાન ગાઈ રહી છે, અને મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ સુંદરકાંડનો પાઠ પણ કરે છે.
શું હતો સૌરભ હત્યાનો કેસ
ઉલ્લેખનીય છે કે, માર્ચ 2025 માં મુસ્કાન તેના પ્રેમી સાહિલ સાથે મળીને મેરઠના બ્રહ્મપુરી વિસ્તારમાં તેના પતિ સૌરભની હત્યા કરી હતી. સૌરભના મૃતદેહને વાદળી કલરના ડ્રમમાં સિમેન્ટથી સીલ કરવામાં આવ્યું હતું. મુસ્કાન અને સાહિલ સૌરભને તેમના પ્રેમમાં રોડા નાખનાર માનતા હતા અને આ કારણોસર આ હત્યા કરી હતી.