બિહારની ચૂંટણીમાં NDA જીતશે તો ભાજપનો CM બનશે, નીતીશનું પત્તુ કપાશે : ઓવૈસીનો દાવો
Bihar Assembly Election 2025 : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓવૈસીએ સીમાંચલમાં રેલીની શરૂઆત કરીને તમામ પક્ષો પર નિશાન સાધ્યું છે. આ સાથે તેમણે ચોંકાવનારું નિવેદન કરીને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું પણ ટેન્શન વધારી દીધું છે. તેમની પાર્ટી ભાજપની બી ટીમ હોવાના આક્ષેપોનો પણ તેમણે જવાબ આપ્યો છે.
CM નીતીશનું પત્તુ કપાશે : ઓવૈસી
મીડિયા રિપોર્ટ મુજબ, ઓવૈસી (Asaduddin Owaisi)એ દાવો કર્યો છે કે, ‘જો આ વખતે બિહારમાં NDA ગઠબંધન જીતશે તો ભાજપનો કોઈ નેતા મુખ્યમંત્રી બનશે અને નીતીશ કુમાર (CM Nitish Kumar)નું પત્તુ કપાશે.’ બિહાર વિધાનસભા ચૂંટણી-2020માં ઓવૈસીની પાર્ટીએ તમામ પાર્ટીઓને ચોંકાવી દીધા હતા. તે વખતે તેમની પાર્ટીએ સીમાંચલમાં પાંચ બેઠકો જીતી હતી. ઔવીસીની પાર્ટીનો દમદાર દેખાવ રાષ્ટ્રીય જનતા દળ (RJD) માટે આંચકા સમાન હતો. જોકે બાદમાં તેમના ચાર ધારાસભ્યો આરજેડીમાં જોડાઈ ગયા હતા.
છ બેઠકો આપે તો I.N.D.I.A. ગઠબંધનમાં જોડાવા તૈયાર
ભાજપની બી ટીમ હોવાના આરોપ પર ઓવૈસીએ કહ્યું કે, ‘આ માત્ર આરોપ છે. જો અમારી પાર્ટીને છ સીટ આપવામાં આવે તો તેઓ I.N.D.I.A. ગઠબંધનમાં જોડાવા તૈયાર છે.