ગુડગાંવના જેબીએમ ગ્રુપ પર ITના દરોડા: સાત કરોડ રોકડા, ત્રણ કિલો સોનું જપ્ત
- પલંગ નીચે અને ટોઇલેટમાંથી રોકડ રકમ અને સોનું મળી આવ્યું
- અંદાજે રૂ. 7800 કરોડનું ટર્નઓવર ધરાવતું જય ભારત મારુતિ જૂથ ઓટો પાર્ટસનું મેન્યુફેકચરિંગ કરે છે
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 7 ઓક્ટોબર, 2017, શનિવાર
ગુડગાંવિસ્થત ઓટો પાર્ટ્સ મેન્યુફેકચરિંગ કંપની જય ભારત મારુતિ (જેબીએમ) ગુ્રપ અને તેના માલિક એસ કે આર્ય વિરુદ્ધ આવકવેરા વિભાગે પાડેલા દરોડા દરમિયાન પલંગ નીચેથી અને ટોઇલેટમાંથી ત્રણ કિલો સોનું અને સાત કરોડ રૃપિયા રોકડા મળી આવ્યા હતાં.
ટેક્સ ચોરી પકડવા માટે આવકવેરા વિભાગે દિલ્હી, ગુડગાંવ અને ઉત્તર ભારતના અન્ય કેટલાક શહેરોના ૩૦ સ્થળોએ દરોડા પાડયા હતાં. આવકવેરા વિભાગે જેબીએમ ગુ્રપના ૫૦ સ્થળોએ દરોડા પાડયા હતાં.
જેબીએમની વેબસાઇટ મુજબ જેબીએમ ગુ્રપ ૧.૨ અબજ ડોલર(અંદાજે ૭૮૦૦ કરોડ રૃપિયા) નું ટર્નઓવર ધરાવે છે અને આ જૂથ ઓટોમેટિવ, એન્જિનિયરિંગ, ડિઝાઇન સર્વિસ, પુન:પ્રાપ્ય ઉર્જા અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલુ છે.
આ જૂથના સમગ્ર વિશ્વમાં ૧૮ સ્થળોએ ૩૫ મેન્યુફેકચરિંગ પ્લાન્ટ અને ચાર એન્જિનિયરિંગ અને ડિઝાઇન સેન્ટર આવેલા છે.

