India

VIDEO : આ ફ્લાઈટ છે કે WWFની રિંગ! બે મુસાફરો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી, ટી-શર્ટ ફાડી મુક્કા વરસાવ્યા

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સની સિલ્હટથી લંડન જતી ફ્લાઈટમાં 17 ઓક્ટોબરે બે મુસાફરો વચ્ચે મારામારી થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ શરૂ થયેલી આ લડાઈમાં એક મુસાફરની ટી-શર્ટ ફાટી ગઈ હતી. કેબિન ક્રૂ અને અન્ય મુસાફરોએ માંડ-માંડ તેમને અલગ કર્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જોકે કોઈ કાનૂની કાર્યવાહી થઈ કે નહીં તે સ્પષ્ટ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : આ ફ્લાઈટ છે કે WWFની રિંગ! બે મુસાફરો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી, ટી-શર્ટ ફાડી મુક્કા વરસાવ્યા

Flight Fight Viral Video : ટ્રેન કે મેટ્રોમાં સીટ મેળવવા માટે મુસાફરો વચ્ચે ઝઘડા થતા જોવા મળે છે, પરંતુ હવે વિમાનની અંદર જ મુસાફરો વચ્ચે મારામારી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ‘બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સ’ની એક ફ્લાઈટમાં બે મુસાફરો સામાન્ય બોલાચાલી બાદ અંદરોઅંદર બાખડી પડ્યા હતા. આ સમગ્ર ઘટના 17 ઓક્ટોબરના રોજ સિલ્હટથી લંડન જઈ રહેલી ફ્લાઈટમાં બની હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સામાન્ય બોલાચાલી બાદ મુક્કાબાજી

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, બે મુસાફરો વચ્ચે શરૂઆતમાં કોઈ મુદ્દે આક્રમક બોલાચાલી થાય છે અને જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચી જાય છે. બંને મુસાફરો એકબીજા પર મુક્કા વરસાવવા લાગે છે, જેમાં એક મુસાફરની ટી-શર્ટ પણ ફાટી જાય છે અને તે સીટ પાસે નીચે પટકાય છે. આ ઝપાઝપી જોઈને આસપાસના મુસાફરો અને કેબિન ક્રૂ તાત્કાલિક વચ્ચે પડીને બંનેને માંડ-માંડ અલગ કરે છે.

મુસાફરોમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ

હવામાં ઊડતા વિમાનમાં અચાનક થયેલી આ હિંસક ઘટનાથી ફ્લાઈટમાં બેઠેલા બાળકો અને વૃદ્ધોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. અણધારી બબાલના કારણે કેબિનમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી અને અન્ય મુસાફરોના ચહેરા પર ભય સ્પષ્ટપણે જોવા મળતો હતો.

એરલાઈન્સે કરી ઘટનાની પુષ્ટિ

બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સના જનરલ મેનેજર મોહિઉદ્દીન અહેમદે પુષ્ટિ કરી છે કે, સિલ્હટથી લંડન જતી ફ્લાઈટમાં બે મુસાફરો વચ્ચે વિવાદ બાદ મારામારી થઈ હતી, જેને ક્રૂ મેમ્બર્સે સમયસર નિયંત્રણમાં લીધી હતી. જોકે વિમાનના લેન્ડિંગ બાદ આ બંને મુસાફરો સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તેની માહિતી હજુ સામે આવી નથી.