રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે મોટા સમાચાર, આવી ગઈ નવી RailOne ઓલ-ઇન-વન એપ
IRCTC Launches RailOne Super App: રેલવે ટિકિટ બુક કરાવવાથી લઈને ફૂડનો ઓર્ડર કરવા માટે તમારે વિવિધ એપની જરુર નહીં પડે. IRCTCએ તેની નવી સુપર એપ RailOne અધિકૃત રીતે 1 જુલાઈએ લોન્ચ કરી છે જે મુસાફરો માટે રેલ યાત્રા સાથે જોડાયેલી દરેક ડિજિટલ સેવાઓ એક જ પ્લેટફોર્મમાં મળી રહેશે. આ એપ હવે Google Play Store અને Apple App Store બંને ઉપર ઉપલબ્ધ છે.
RailOne એપને Centre for Railway Information Systems (CRIS) અને IRCTCના સહયોગથી તૈયાર કરવામાં આવી છે. આ પહેલા યુઝરને અલગ અલગ કામો માટે Rail Connect, NTES, UTS, Rail Madad અને Food on Track જેવી એપ્સનો ઉપયોગ કરવો પડતો હતો, પરંતુ હવે આ દરેક ફીચર્સ એક જ એપમાં મળી જશે.
દરેક સેવાઓ આ એક જ એપમાં મળી શકશે
RailOneનું ઈન્ટરફેસ આધુનિક અને સ્વચ્છ ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવી છે, જે યુઝર્સને સારો અનુભવ રહેશે. હવે ટ્રેન ટિકિટ બુક કરાવવી, લાઈવ ટ્રેન સ્ટેટસ, PNR સ્ટેટલ ચેક કરવું, પ્લેટફોર્મ ટિકિટ લેવી અથવા ટ્રેનમાં જમવાનું મંગાવવુ. આ દરેક સેવાઓ આ એક જ એપમાં મળી શકશે.
ઓલ ઈન વન પ્લેટફોર્મની જેમ કામ કરશે
IRCTCનું કહેવું છે કે, RailOne માત્ર બુકિંગ માટે જ નહીં, પરંતુ આ એપ એક ઓલ-ઈન -વન ટ્રેવસ કમાન્ડ સેન્ટરની જેમ કામ કરશે. તેમાં Tatkal ટિકિટ માટે ઓટો- ફિલ- ફીચર, રિયલ-ટાઈમ ટ્રેન ટ્રેકિંગ, મલ્ટિ-પેમેન્ટ ઓપ્શન્સ, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, ફ્રીલાન્સર્સ અને B2B લોજિસ્ટિક્સ બુકિંગ જેવી સેવાઓનો પણ સમાવેશ થાય છે. ફરિયાદ નિવારણ પણ હવે એપ દ્વારા શક્ય થશે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી, પહેલી નોકરી મેળવનારના ખાતામાં જમા થશે પૈસા
આ રીતે શરુ કરો નવી એપનો ઉપયોગ
1. સૌથી પહેલા Google Play Store અથવા Apple App Store માંથી 'RailOne' એપ ઈન્સ્ટોલ કરો.
2. ત્યાર બાદ IRCTC ID માંથી લોગિન કરો અથવા નવું એકાઉન્ટ બનાવો.
3. હવે હોમ પેજથી ટિકિટ બુકિંગ, ટ્રેન ટ્રેકિંગ, ફૂડ ઓર્ડર અથવા તમારી જરુરિયાત પ્રમાણે અન્ય સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો.