IPL 2025 Final: RCBના પક્ષમાં બન્યો ગજબ સંયોગ! 14માંથી 11 વખત આવી ટીમ જ જીતી છે IPL ટ્રોફી
IPL Final 2025 Prediction: પંજાબ કિંગ્સે અમદાવાદમાં રવિવારે રમાયેલી ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટે હરાવી દીધી છે. આ સાથે જ પંજાબે આઈપીએલના ઈતિહાસમાં બીજી વખત ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. તે પહેલાં પંજાબની ટીમ 2014માં આઈપીએલ ફાઈનલમાં પહોંચી હતી. આઈપીએલ-2025ની ફાઈનલ મેચ 3 જૂને અમદાવાદમાં રમાશે. જ્યાં કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સાથે થશે. RCB ક્વોલિફાયર-1માં પંજાબને હરાવી ફાઈનલમાં પહોંચી હતી.
14માંથી 11 વખત ક્વોલિફાયર-1ની વિજેતા ટીમ વિનર રહી
આરસીબી નવ વર્ષ બાદ આઈપીએલની ફાઈનલ મેચ રમશે. અગાઉ આરસીબીએ વર્ષ 2009, 2011, અને 2016માં ફાઈનલ રમી હતી. આઈપીએલના ઈતિહાસમાં નજર નાખીએ તો 14માંથી 11 વખત એવુ બન્યું છે કે, ક્વોલિફાયર-1 જીતનારી ટીમે જ સીઝનનું ટાઈટલ જીત્યું છે. 2008થી 2010 સુધી સેમિફાઈનલ ફોર્મેટમાં લીગમાં નૉકઆઉટ મેચ રમાતી હતી. તે સમયે બે સેમિફાઈનલ અને એક ફાઈનલ મેચ રમાતી હતી. 2011માં નિયમ બદલાયો અને પ્લેઑફની શરૂઆત થઈ. નવી સિસ્ટમ હેઠળ પોઈન્ટસ ટેબલમાં ટોપ-2 રહેનારી ટીમને ફાઈનલમાં રમવા માટે બે વખત તક મળે છે. જ્યારથી પ્લેઑફ સિસ્ટમ શરૂ થઈ, ત્યારથી અત્યારસુધી 2024 સુધી ક્વોલિફાયર-1 જીતનારી ટીમે 11 વખત આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી છે.
આ પણ વાંચોઃ IPL 2025: મુંબઈ સામે જીત બાદ કોના પર ગુસ્સે ભરાયો શ્રેયસ અય્યર, હાથ પણ ન મિલાવ્યો
આરસીબીની ટીમઃ વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), સ્વાસ્તિક ચિકારા, જિતેશ શર્મા, ફિલિપ સોલ્ટ, મનોજ ભંડાગે, ટીમ ડેવિડ, કૃણાલ પંડ્યા, લિયામ લિવિંગસ્ટોન, રોમારિયો શેફર્ડ, સ્વપ્નિલ સિંહ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, નુવાન તુષારા, યશ દયાળ, રસિખ દાર સલામ, સુયશ શર્મા, મોહિત રાઠી, અભિનંદન સિંહ, મયંક અગ્રવાલ, બ્લેસિંગ મુઝારબાની, ટીમ સેફર્ટ.
પંજાબ કિંગ્સની ટીમઃ નેહલ વઢેરા, હરનૂર સિંહ, શ્રેયસ અય્યર, મુશીર ખાન, પાઈલા અવિનાશ, પ્રભસિમરન સિંહ, વિષ્ણુ વિનોદ, જોશ ઈંગ્લિશ, માર્કસ સ્ટોઈનિસ, પ્રવિણ દુબે, પ્રિયાંશ આર્ય, અઝમતુલ્લાહ ઉમરજેઈ, એરોન હાર્ડી, હરપ્રીત બરાડ, સૂર્યાંશ શેડગે, શશાંક સિંહ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જેવિયર બાર્ટલેટ, કુલદીપ સેન, વિજયકુમાર વૈશાખ, યશ ઠાકુર, મિશેલ ઓવેન, કાઈલ જેમિસન.