Get The App

IPL 2025: મુંબઈ સામે જીત બાદ કોના પર ગુસ્સે ભરાયો શ્રેયસ અય્યર, હાથ પણ ન મિલાવ્યો

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
IPL 2025: મુંબઈ સામે જીત બાદ કોના પર ગુસ્સે ભરાયો શ્રેયસ અય્યર, હાથ પણ ન મિલાવ્યો 1 - image


Shreyas Iyer Angry Teammate: IPL 2025  ક્વોલિફાયર 2માં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવીને 11 વર્ષ પછી ફાઇનલમાં પ્રવેશ કર્યો. કેપ્ટન શ્રેયસ ઐયરે 41 બોલમાં 87 રનની અણનમ ઈનિંગ રમી, જેમાં 8 છગ્ગાનો સમાવેશ થાય છે. પંજાબ પાસે જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક હતો. ટીમે 19મી ઓવરમાં 5 વિકેટ ગુમાવીને જીત મેળવી. પંજાબ કિંગ્સની આ જીત છતાં, એક વિવાદ સામે આવ્યો. મેચ પછીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.જેમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર પોતાના જ સાથી ખેલાડી પર ગુસ્સે થઈ રહ્યો છે.

શશાંક પર ગુસ્સે થયો ઐય્યર

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ ઐય્યર પોતાના જ સાથી ખેલાડી પર ગુસ્સે થઈ રહ્યો છે. મેચ પછી, જ્યારે બંને ટીમોના ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે શશાંક સિંહ ઐય્યરની સામે આવ્યો. ઐય્યર ખૂબ ગુસ્સાથી કંઈક કહી રહ્યો હતો. તેણે શશાંક સાથે હાથ પણ મિલાવ્યો નહીં અને આગળ વધ્યો હતો. 



IPL સિઝનમાં ઐયરનો સ્કોર 600ને પાર

શ્રેયસ ઐયરે આ IPL સિઝનમાં 600 થી વધુ રન બનાવ્યા છે. તેણે 16 મેચની 16 ઇનિંગ્સમાં 603 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સરેરાશ 55 અને સ્ટ્રાઇક રેટ 176 હતી. તેણે 6 અર્ધશતક ફટકાર્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 97 રન હતો, જે તેણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમ્યો હતો.

IPL 2025: મુંબઈ સામે જીત બાદ કોના પર ગુસ્સે ભરાયો શ્રેયસ અય્યર, હાથ પણ ન મિલાવ્યો 2 - image


Tags :