India

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો પર ત્રાટકશે સુપરસોનિક મિસાઇલ, જાણો INS તારાગિરીની ખાસિયત

By GS TEAM
3 Apr 20262 mins read
TukuTouch Logo
ભારત પોતાની દરિયાઈ તાકાતને સતત મજબૂત કરવામાં વ્યસ્ત છે અને આ જ કડીમાં આજે દેશને વધુ એક મોટી સફળતા મળી છે. સ્વદેશી રીતે નિર્મિત ઍડ્વાન્સ્ડ સ્ટીલ્થ ફ્રિગેટ INS તારાગિરી (F41) આજે ભારતીય નૌસેનામાં સામેલ થયું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ શુભારંભ કાર્યક્રમમાં વિશાખાપટ્ટનમ ખાતે હાજર રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો પર ત્રાટકશે સુપરસોનિક મિસાઇલ, જાણો INS તારાગિરીની ખાસિયત
ફોટો સોર્સ: ભારતીય નેવી

INS Taragiri: ભારત પોતાની દરિયાઈ તાકાતને સતત મજબૂત કરવામાં વ્યસ્ત છે અને આ જ કડીમાં આજે દેશને વધુ એક મોટી સફળતા મળી છે. સ્વદેશી રીતે નિર્મિત ઍડ્વાન્સ્ડ સ્ટીલ્થ ફ્રિગેટ INS તારાગિરી (F41) આજે ભારતીય નૌસેનામાં સામેલ થયું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ શુભારંભ કાર્યક્રમમાં વિશાખાપટ્ટનમ ખાતે હાજર રહ્યા હતા.

દરિયાઈ આત્મનિર્ભરતાને મજબૂત કરશે તારાગિરી

‘INS તારાગિરી’ એક સ્વદેશી યુદ્ધ જહાજ છે, જેને પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું આ ચોથું ફ્રિગેટ છે અને મઝગાંવ ડોક શિપબિલ્ડિંગ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું ત્રીજું જહાજ છે. આ યુદ્ધ જહાજ 28 નવેમ્બરના રોજ સત્તાવાર રીતે નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. તેમાં 75%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ‘આત્મનિર્ભર ભારત’ની દિશામાં એક મોટું પગલું છે.


શું છે આ યુદ્ધ જહાજની ખાસિયત?

INS તારાગિરીને અત્યાધુનિક ટૅક્નોલૉજી અને ઘાતક હથિયારોથી સજ્જ કરવામાં આવ્યું છે. તેમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ, MF-STAR રડાર અને MRSAM એર ડિફેન્સ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત, તેમાં 30mm અને 12.7mm ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ પણ હાજર છે. સબમરીન વિરોધી (ASW) ઓપરેશન માટે તેમાં રોકેટ અને ટોર્પિડો પણ લગાવવામાં આવ્યા છે, જેનાથી તેની મારક ક્ષમતામાં અનેકગણો વધારો થાય છે.


દુશ્મનો માટે મોટો સંદેશ

આ યુદ્ધ જહાજ દરિયામાં ઉતરવાથી ભારતની નૌકાદળની તાકાત વધુ મજબૂત થઈ છે. તેની સ્ટીલ્થ ટૅક્નોલૉજી તેને દુશ્મનોની નજરથી છુપાઈને હુમલો કરવામાં સક્ષમ બનાવે છે. આ યુદ્ધ જહાજ ભારતની ‘આત્મનિર્ભર ભારત’ નીતિનું મજબૂત ઉદાહરણ છે અને વૈશ્વિક સ્તરે ભારતની શક્તિનું પ્રદર્શન કરે છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નિવેદન

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 'તારાગિરી' આપણા રાષ્ટ્રીય ગૌરવ અને સામૂહિક પ્રતિબદ્ધતાનું પ્રતિક છે, જ્યારે આ જહાજ દરિયાની લહેરોને ચીરતું આગળ વધશે ત્યારે તે સમગ્ર દુનિયાને એ સંદેશો આપશે કે, 'ભારતની તાકાત ભારતના લોકોમાં છે, તેમની મહેનતમાં છે, તેમની ક્ષમતા તેમજ અતૂટ સંકલ્પમાં છે.'

આ પણ વાંચો: હવે યુદ્ધ જીત્યાની જાહેરાત કરી સંઘર્ષનો અંત લાવો, ઈરાનના પૂર્વ વિદેશ મંત્રીએ આપી ‘ફોર્મુલા’

સંરક્ષણ નિકાસમાં રૅકોર્ડબ્રેક ઉછાળો

રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2025-26માં દેશની કુલ સંરક્ષણ નિકાસ વધીને 38,424 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં 62.66 ટકાનો મજબૂત વધારો દર્શાવે છે. હથિયારો, ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ્સ, દારૂગોળો, જહાજ નિર્માણ અને અન્ય સૈન્ય ઉપકરણો પર મોટો ખર્ચ કરવામાં આવ્યો છે. સેના, વાયુસેના અને નૌકાદળ માટે અનેક મોટા પ્રોજેક્ટ્સ પર કામ થયું છે, જેમ કે મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટ, લાંબા સમય સુધી ઉડાન ભરતાં ડ્રોન, નૌકાદળના ખાસ જહાજો અને મિસાઇલ સિસ્ટમ.