ઈન્ડિગો સંકટ વચ્ચે પિતાએ રાતભર કાર હંકારી દીકરાને 800 કિ.મી. દૂર સ્કૂલે પહોંચાડ્યો!

Indigo Crisis: દેશ ભરમાં ઈન્ડિગો એરલાઈન્સ સંકટના કારણે હજારો યાત્રીઓ રઝળી પડ્યા છે. દરરોજ એરપોર્ટ પર ફસાયેલા પરિવારોની સ્ટોરી સામે આવી રહી છે, પરંતુ આ તમામ વચ્ચે હરિયાણાના રોહતક જિલ્લાના રજનાથ પંઘાલનો સંઘર્ષ આ બધાથી અલગ અને મિસ્ટીરિયસ છે. પંઘાલે 8 ડિસેમ્બરે પોતાના દીકરાની પ્રી-બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી હોવાથી દિલ્હીથી ઈન્દોર માટે ઈન્ડિગો ફ્લાઈટ બુક કરાવી હતી. ફ્લાઈટ 6 ડિસેમ્બરે સાંજે 5:35 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરવાની હતી. પરંતુ એરપોર્ટ પર પહોંચ્યા પછી તેમને ખબર પડી કે ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે. પંઘાલે કહ્યું કે, અમે કન્ફ્યૂઝ હતા કે, હવે શું કરીએ. મારા દીકરાની પરીક્ષા ટૂંક સમયમાં શરૂ થવાની હતી, અને તેને સમયસર સ્કૂલમાં પહોંચવાનું હતું.
રાતભર કાર હંકારી દીકરાને 800 કિ.મી. દૂર સ્કૂલે પહોંચાડ્યો
મર્યાદિત વિકલ્પો અને વધતા સમયના દબાણમાં પંઘાલે 800 કિલોમીટર કાર હંકારી દીકરાને પહોંચાડવાનો નિર્ણય લીધો. રસ્તાઓ સંપૂર્ણપણે તૈયાર નહોતા, પરંતુ પંઘાલે સવારે 7 વાગ્યે તેના દીકરાને સમય પર સ્કૂલે પહોંચાડ્યો. પંઘાલે કહ્યું કે, 'રસ્તામાં મુશ્કેલીઓ આવી પરંતુ મારો દીકરો સમયસર સ્કૂલે પહોંચી ગયો. આ જ મારી પ્રાથમિકતા હતી.'
એરલાઈન વળતર અને પરિવારનો પડકાર
પંઘાલનું કહેવું છે કે, 'એરલાઈન દ્વારા આપવામાં આવનારું વળતર માત્ર ફ્લાઈટ ટિકિટના ખર્ચ સુધી જ મર્યાદિત ન હોવું જોઈએ. કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં જેમ કે હવાઈ ભાડામાં વધારો અને લાંબા અંતરની મુસાફરી, પરિવારોને થનારા ખર્ચ માટે પણ વળતર આપવું જોઈએ.'
ઈન્ડિગોની અફરાતફરી અને ઓપરેશનની સ્થિરતા
આ મહિને સુરક્ષા નિયમોની યોગ્ય યોજનાના અભાવે ઈન્ડિગોએ હજારો ફ્લાઇટ્સ કેન્સલ કરી. 5 ડિસેમ્બરે સૌથી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી, અને ત્યારબાદ આ સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો થયો હતો. એરલાઈને મંગળવારે જણાવ્યું હતું કે, ઓપરેશન હવે સ્ટેબલ અને સામાન્ય સ્તર પર પાછું આવી ગયું છે. પરંતુ પંઘાલ જેવા પરિવારોની સ્ટોરી હજું પણ ચર્ચાનો વિષય બની રહી છે.
મિસ્ટ્રી અને સસ્પેન્સ
રાજનાથ પંઘાલનો આ અનુભવ માત્ર વ્યક્તિગત સંઘર્ષ નથી, પરંતુ ઈન્ડિગોની અફરાતફરી અને મુસાફરોના પડકારોનું પ્રતીક બની ગયો છે. સવાલ એ છે કે શું એરલાઈન ભવિષ્યમાં આવી સમસ્યાઓનો સામનો કરવા માટે વધુ સારી યોજના બનાવશે, કે પછી દર વખતે મુસાફરોએ પોતે જ સંઘર્ષ કરવો પડશે.

