Get The App

બોયકોટની અસર શરૂ: પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કીયે અને અઝરબૈજાનની ટિકિટો ભારતમાં ધડાધડ કેન્સલ

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News
બોયકોટની અસર શરૂ: પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કીયે અને અઝરબૈજાનની ટિકિટો ભારતમાં ધડાધડ કેન્સલ 1 - image


Turkey and Azerbaijan Trip Cancellations: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે તૂર્કીયે અને અઝરબૈજાન સાથેના સંબંધો તોડી નાખવાનું શરૂ કરી દીધું છે, જે ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન આપી રહ્યા છે. જે ભારતીયોએ આ દેશોની મુસાફરી બુક કરાવી હતી તેમણે પોતાની ટિકિટ રદ કરવાનું શરૂ કરી દીધું છે.

એક રિપોર્ટ અનુસાર, 'છેલ્લા એક અઠવાડિયામાં ભારતીય પ્રવાસીઓએ આ દેશો પ્રત્યે ખૂબ જ ઓછો ઉત્સાહ દર્શાવ્યો છે. આ જ સમયગાળા દરમિયાન અઝરબૈજાન અને તૂર્કીયેમાં ટિકિટ બુકિંગમાં 60 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ટિકિટ રદ કરવામાં 250 ટકાનો વધારો થયો છે. આપણા દેશ સાથે એકતામાં અને આપણા સશસ્ત્ર દળો પ્રત્યેના આદરમાં અમે આ ભાવનાને મજબૂત સમર્થન આપીએ છીએ અને દરેકને અઝરબૈજાન અને તૂર્કીયેની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપીએ છીએ. અમે અમારા પ્લેટફોર્મ પર પ્રવાસીઓને આ બે સ્થળોની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરતી બધી જાહેરાતો અને ઑફરો પહેલાથી જ બંધ કરી દીધી છે.'

ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોતિ માયાલે જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં તૂર્કીયે દ્વારા ડ્રોનનો ઉપયોગ અમારી લાગણીઓ વિરુદ્ધ ગયો હતો. અમે આ બંને દેશોને પર્યટન ક્ષેત્રે ઘણી મદદ કરી છે. ખાસ કરીને કોરોના મહામારી પછી, અમે તેમને વધુ ટેકો આપ્યો. ગયા વર્ષે ભારતમાંથી 3,30,000 લોકો તૂર્કીયે ગયા હતા. તૂર્કીયેના અર્થતંત્રમાં અમારું લગભગ 4000 કરોડ રૂપિયાનું રોકાણ છે. અમારી વચ્ચે વેપારનું કદ પણ ખૂબ મોટું છે. લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમને લાગે છે કે તૂર્કીયે અને અઝરબૈજાન બિલકુલ ન જવું જોઈએ. 50 ટકા બુકિંગ રદ કરવામાં આવ્યા છે. આપણા મોટા ટુર ઓપરેટરોએ ટિકિટ વેચવાનું બંધ કરી દીધું છે કારણ કે પર્યટન શાંતિ અને લોકો વચ્ચેના સંબંધો વિશે છે.


Tags :