ઓપરેશન સિંદૂર દરમિયાન સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન તૈનાત કરવાનો સેનાનો ઇનકાર
Defense Guns Deployed at Golden Temple: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન અમૃતસરના સુવર્ણ મંદિર સંકુલમાં કોઈ એર ડિફેન્સ ગન કે તૈનાત કરવામાં આવી ન હતી. ભારતીય સેનાએ મંગળવારે એક નિવેદન જારી કરીને આ સ્પષ્ટતા આપી છે. આ નિવેદન એવા અહેવાલો બાદ આવ્યું છે કે સુવર્ણ મંદિરના મેનેજમેન્ટે પાકિસ્તાન તરફથી સંભવિત ડ્રોન અને મિસાઇલ ખતરાનો સામનો કરવા માટે સેનાને મંદિર સંકુલની અંદર એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવાની મંજૂરી આપી હતી.
ભારતીય સેનાએ અટકળોને ફગાવી દીધી
એક નિવેદનમાં, સેનાએ જણાવ્યું હતું કે, 'સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ સિસ્ટમની તૈનાતી અંગે મીડિયામાં કેટલાક અહેવાલો ફરતા થઈ રહ્યા છે. એ સ્પષ્ટ કરવામાં આવે છે કે શ્રી દરબાર સાહિબ અમૃતસર (સુવર્ણ મંદિર) ના સંકુલમાં કોઈ એર ડિફેન્સ સિસ્ટમ કે કોઈ એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવી ન હતી.'
Indian Army: Some media reports are circulating with respect to deployment of Air Defence (AD) Guns in The Golden Temple. It is clarified that NO AD guns or any other AD resource was deployed within the premises of Sri Darbar Sahib Amritsar (The Golden Temple).
— Sidhant Sibal (@sidhant) May 20, 2025
ગુરુદ્વારાના મુખ્ય ગ્રંથીએ મીડિયાના અહેવાલોને નકારી કાઢ્યા
ઉલ્લેખનીય છે કે એક મીડિયા રિપોર્ટમાં સેનાના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન તરફથી બદલો લેવાની ધમકીને ધ્યાનમાં રાખીને સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવી હતી. આ પછી, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના મુખ્ય ગ્રંથીએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે મંદિરમાં એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવી નથી.