આજે વક્ફ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી, વચગાળાનો ચુકાદો આવે તેવી શક્યતા
Waqf Act : વક્ફ ઍક્ટ, 2025ને પડકાર આપતી તમામ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં આખો દિવસ સુનાવણી થશે. આજે જ સર્વોચ્ચ ન્યાયાલય આ કેસમાં વચગાળાનો ચુકાદો પણ આપે તેવી શક્યતા છે.
આજની સુનાવણી મુખ્યત્વે ત્રણ મુદ્દા પર સુનાવણી હાથ ધરાશે. વક્ફની સંપત્તિઓને ડીનોટિફાઇ કરવાની શક્તિ, કેન્દ્રીય વક્ફ પરિષદની સંરચના તથા વક્ફ સંપત્તિ સરકારી જમીન છે કે નહીં તેની તપાસ કલેક્ટર કરી શકે કે નહીં? પર સુનાવણી કરવામાં આવશે.
નોંધનીય છે કે ગત 5 એપ્રિલ 2025ના રોજ રાષ્ટ્રપતિએ વક્ફ બિલને મંજૂરી આપતા તે કાયદો બન્યો હતો. લોકસભામાં 288 જ્યારે રાજ્યસભામાં 128 સાંસદોના સમર્થનથી આ બિલ પસાર કરાયું હતું.