India

ભારતમાં આગામી થોડા મહિનામાં આવશે 'પ્રલય' જેવું વાતાવરણ, 180 વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણી

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતના 180 થી વધુ વૈજ્ઞાનિકોએ 2026-27માં આવનારા 'સુપર અલ-નીનો' અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઝેનોડો પર 16 સપ્ટેમ્બર 2026ના રોજ પ્રકાશિત અહેવાલ મુજબ, આ અલ-નીનો જંગલો, નદીઓ, સમુદ્રો, પર્વતો અને વન્યજીવો પર ગંભીર વિપરીત અસર કરશે. તેનાથી દુષ્કાળ, જંગલની આગ અને સમુદ્રી હીટવેવ્સનો ખતરો વધશે. વૈજ્ઞાનિકોએ અત્યારથી જ દેખરેખ અને આયોજનની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાં આગામી થોડા મહિનામાં આવશે 'પ્રલય' જેવું વાતાવરણ, 180 વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણી

India Climate Alert Super El Nino Warning: ભારતના 180 થી વધુ પર્યાવરણ અને હવામાન વૈજ્ઞાનિકોએ દેશમાં આવનારા અત્યંત શક્તિશાળી અલ-નીનો (El Nino) ને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકો અનુસાર, 2026-27 નું આ અલ-નીનો સામાન્ય વર્ષો કરતાં વધુ અસરકારક હોઈ શકે છે, જે ભારતના જંગલો, નદીઓ, સમુદ્રો, પર્વતો અને વન્યજીવો પર ઊંડી વિપરીત અસર પાડી શકે છે. આ અંગેનો સંશોધન અહેવાલ 16 સપ્ટેમ્બર 2026 ના રોજ ઝેનોડો (Zenodo) પ્લેટફોર્મ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેનું શીર્ષક 'સુપર અલ-નીનોની દસ્તક: 2026/27 માં ઇકોલોજિસ્ટ માટે ચેતવણી અને પડકાર' રાખવામાં આવ્યું છે.

ગરમી અને દુષ્કાળનો વધતો ખતરો
વૈજ્ઞાનિકોને આશંકા છે કે, નવેમ્બર 2026 થી આવતા વર્ષ સુધી ભારતના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમ અને સૂકું હવામાન જોવા મળી શકે છે.

ખેતી અને પશુપાલન: વરસાદ ઓછો થવાને કારણે પાણીની અછત સર્જાશે, જેનાથી કૃષિ ઉત્પાદન અને ગ્રામીણ અર્થતંત્ર પર ભારે દબાણ આવશે.

જંગલની આગ: સખત ગરમી અને સૂકા હવામાનને લીધે જંગલોમાં આગ (Wildfires) લાગવાનું જોખમ વધી જશે.

શહેરી વિસ્તારો: કોંક્રિટના જંગલો અને રસ્તાઓને કારણે શહેરોમાં 'હિટ આઇલેન્ડ' ની અસર વધશે.

સમુદ્રી ઇકોસિસ્ટમ પર ગંભીર સંકટ

અલ-નીનોની અસર માત્ર જમીન સુધી સિમિત નહીં રહે પરંતુ સમુદ્રી ક્ષેત્રો પર પણ પડશે.

મરીન હિટવેવ્સ: સમુદ્રના પાણીનું તાપમાન વધવાને કારણે મરીન હિટવેવ્સ (Marine Heatwaves) આવી શકે છે.

કોરલ બ્લીચિંગ: સમુદ્રી ગરમીથી પરવાળાની ભીંતો (Coral Reefs) માં મોટા પાયે બ્લીચિંગ થશે, જેથી કોરલ નષ્ટ થઈ શકે છે.

માછીમારો પર અસર: માછલીઓના વસવાટ બદલાવાથી તટીય વિસ્તારોના માછીમારોની કમાણી પર સીધી અસર પડશે.

વૈજ્ઞાનિકોની તૈયારી અને દેખરેખની માંગ

વૈજ્ઞાનિકોએ સરકાર અને સંશોધન સંસ્થાઓને વિનંતી કરી છે કે, નુકસાન થયા પછી અભ્યાસ કરવાને બદલે અત્યારથી જ સ્થાનિક સ્તરે હવામાન કેન્દ્રો સ્થાપીને રિયલ-ટાઇમ દેખરેખ (Monitoring) શરૂ કરવામાં આવે.

અલ-નીનોને રોકી શકાતો નથી, પરંતુ યોગ્ય આયોજન અને સમયસરની દેખરેખથી તેનાથી થતા આર્થિક અને પર્યાવરણીય નુકસાનને ઘણું ઓછું કરી શકાય છે.