Get The App

ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર 'INS વિશાલ', 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર 'INS વિશાલ', 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા 1 - image


INS Vishal: ભારત પોતાની નેવીને વધુ શક્તિશાળી બનાવવા માટે પ્રથમ ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર બનાવવા જઈ રહ્યું છે. તેનું નામ 'INS વિશાલ' છે. 6 ઓગસ્ટ 2025ના રોજ સંરક્ષણ મંત્રાલયે 15 વર્ષની યોજના ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2025 (TPCR-2025) જાહેર કરી હતી. આ યોજના ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન જેવા હરીફોનો સામનો કરવા માટે તૈયાર કરશે.

INS વિશાલ: ભારતની નવી તાકાત

INS વિશાલને સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર-3 (IAC-3) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર હશે. તે કોચીન શિપયાર્ડ લિમિટેડમાં બનશે અને પરમાણુ ઉર્જાથી ચાલશે. તેનું વજન 65થી 75 હજાર ટન હશે, તે 300 મીટર લાંબું હશે અને તેની ગતિ લગભગ 55 કિમી/કલાક હશે.

તેનામાં 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા છે, જેમાં 40 ફિક્સ્ડ-વિંગ (ફાઇટર એરક્રાફ્ટ) અને 15 રોટરી-વિંગ (હેલિકોપ્ટર)હશે. તેનું નામ 'વિશાલ' સંસ્કૃતમાં 'વિશાલકાયનું પ્રતીક' છે. તે ભારતને અમેરિકા અને ફ્રાન્સ પછી ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર સંચાલિત કરે છે. 

પરમાણુ ઉર્જાના ફાયદા

લાંબા સમય સુધી સમુદ્રમાં રહેવાની ક્ષમતા: તે રિફ્યુઅલિંગ વિના મહિનાઓ સુધી સમુદ્રમાં રહી શકે છે, જેનાથી પુરવઠાની જરૂરિયાત ઓછી થાય છે.

વધુ શક્તિ: પરમાણુ રિએક્ટર 500-550 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે, જે ઈલેક્ટ્રોમેગ્નેટિક એરક્રાફ્ટ લોન્ચ સિસ્ટમ્સ (EMALS), લેસર હથિયાર અને સેન્સર જેવા આધુનિક ઉપકરણોને ચલાવશે.

ભારી વિમાનોની ઉડાન: તે ભારે ફાઇટર એરક્રાફ્ટ, ડ્રોન અને AEW&Cને લોન્ચ કરી શકે છે.

ઝડપી અને સતત ઉડાન: પરમાણુ ઉર્જાથી વધુ ઉડાન અને લાંબા સમય સુધી હવાઈ કવરેજ સંભવ છે.

આ ફાયદાઓ INS વિશાલને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં, ખાસ કરીને ચીન અને પાકિસ્તાન સામે ભારતની તાકાત વધારવામાં મદદ કરશે.

INS વિશાલની વિશેષતાઓ

- EMALS: આ ઈલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ ભારે વિમાનોને સરળતાથી ઉડાડવામાં મદદ કરશે. DRDO તેને સ્વદેશી રીતે વિકસાવી રહ્યું છે. 400 કિલોગ્રામ સુધીના પ્રોટોટાઈપ સુધીનું પરીક્ષણ થઈ ચૂક્યુ છે. ભવિષ્યમાં તે 40 ટન સુધીના વિમાનોને લોન્ચ કરશે.

- ઓટોમેટિક લેન્ડિંગ સિસ્ટમ: આ વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં મદદ કરશે.

- ફ્રેનેલ ઓપ્ટિકલ લેન્ડિંગ સિસ્ટમ: પાઇલટ્સને લેન્ડિંગમાં મદદ કરશે.

- કોમ્બેટ મેનેજમેન્ટ સોફ્ટવેર: વિમાનોને નિયંત્રિત કરવા અને યુદ્ધમાં દિશા આપવા માટે.

આ પણ વાંચો: નેપાળમાં Gen-Z આંદોલન: રાષ્ટ્રપતિના ઘર પર ઉગ્રવાદીઓનો કબજો, ઠેર ઠેર આગચંપી-તોડફોડ

કેમ જરૂરી છે NS વિશાલ?

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાનની વધતી જતી શક્તિએ ભારતને INS વિશાલ જેવા જહાજો બનાવવા માટે પ્રેરણા આપી છે.

ચીનનો પડકાર: ચીન પાસે બે વિમાનવાહક જહાજો લિયાઓનિંગ અને શોંડોંગ છે. ત્રીજું ફુજિયાન EMALS સાથે તૈયાર થઈ રહ્યું છે. ચીન પરમાણુ સંચાલિત જહાજો પણ વિકસાવી રહ્યું છે.

પાકિસ્તાનની સબમરીન: પાકિસ્તાન ચીન પાસેથી 8 હેંગોર-ક્લાસ સબમરીન ખરીદી રહ્યું છે, જેનાથી ભારતના દરિયાઈ વિસ્તારમાં ખતરો વધી જશે.

ત્રણ જહાજોની જરૂર: ભારત ત્રણ વિમાનવાહક જહાજો રાખવા માંગે છે જેથી બે હંમેશા એક્ટિવ રહે. જો એક જહાજ મેઈન્ટેનન્સમાં હોય તો બીજા બેને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં તહેનાત રહી શકે.

Tags :