Get The App

VIDEO: ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ 1 - image


Agni Prime missile: ભારતે આધુનિકતાના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખ્યો છે. પહેલી વાર, ભારતે રેલ લોન્ચર પર આધારિત મોબાઈલ લોન્ચર સિસ્ટમથી અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આનો અર્થ એ થયો કે, ભારતને હવે શ્રીહરિકોટામાં મિસાઇલ લોન્ચ કરવા માટે લોન્ચર જેવા લોન્ચરની જરૂર રહેશે નહીં. આ મિસાઇલને ચાલતી ટ્રેનમાં ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે.

આ પણ વાંચોઃ 'હિંદુ સમાજમાં લગ્ન બાદ મહિલાનું ગૌત્ર બદલાઈ જાય..', ઉત્તરાધિકાર કાયદા અંગે સુપ્રીમ કોર્ટનું નિવેદન

અગ્નિ-પ્રાઇમ મિસાઇલ એ આગામી પેઢીની મિસાઇલ છે. 2,000 કિ.મી સુધીની રેન્જ માટે ડિઝાઇન કરાયેલ, તે અસંખ્ય અને વિવિધ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ભારત હવે એવા ગણતરીના દેશોમાં સામેલ થઈ ગયું જેની પાસે મોબાઇલ રેલ નેટવર્કથી કેનિસ્ટરાઇઝ્ડ લૉન્ચ સિસ્ટમ વિકસિત કરવાની ક્ષમતા છે. 

સંરક્ષણ મંત્રીએ પાઠવી શુભકામના

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સફળ એક્સ પર શુભમાકામના પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે, 'મધ્યમ અંતરની અગ્નિ-પ્રાઇમ મિસાઈલના સફળ ઉડાન પરીક્ષણ બદલ DRDO સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC) અને સશસ્ત્ર દળોને અભિનંદન. આ સફળ ઉડાન પરીક્ષણે ભારતને એવા ગણતરીના દેશોમાં સમાવેશ કર્યો છે, જેની પાસે ચાલતા-ફરતા નેટવર્કથી કેનિસ્ટરાઇઝ્ડ લોન્ચ સિસ્ટમ વિકસિત કરવાની ક્ષમતા છે.'

આ પણ વાંચોઃ ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી

શું છે વિશેષતા? 

  • તેની એડવાન્સ નેવિગેશન સિસ્ટમ સાથે, મિસાઈલ દુશ્મનના સ્થાનોને સચોટ રીતે નિશાન બનાવી શકે છે.
  • કોઈપણ પૂર્વશરતો વિના રેલ નેટવર્ક પર મુસાફરી કરવાની ક્ષમતા ધરાવે છે.
  • ઓછી વિઝિબલિટી સાથે ઓછી પ્રતિક્રિયા સમયે પણ લોન્ચ કરી શકાય છે.
  • મિસાઇલને કેનિસ્ટર (બંધ બોક્સ) માં સંગ્રહિત કરવામાં આવે છે, જે તેને વરસાદ, ધૂળ અને ગરમીથી રક્ષણ આપે છે.

Tags :