'તમારા વાહિયાત આરોપો અમે ફગાવીએ છીએ...' આત્મઘાતી હુમલામાં ભારતનું નામ સંડોવતા પાકિસ્તાનને વિદેશ મંત્રાલયે ખખડાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Suicide Attack In Waziristan: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના વઝીરિસ્તાન વિસ્તારમાં થયેલા આત્મઘાતી હુમલા માટે ભારતને દોષી ઠેરવવાના પાકિસ્તાનના આરોપોને ભારતે નકારીtan: કાઢ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'અમે પાકિસ્તાની સેનાનું એક સત્તાવાર નિવેદન જોયું છે, જેમાં 28મી જૂને વઝીરિસ્તાન પર થયેલા હુમલા માટે ભારતને દોષી ઠેરવવામાં આવ્યું છે. અમે આ નિવેદનને સંપૂર્ણ નકારી કાઢીએ છીએ.'
વિસ્ફોટમાં 13 સૈનિકો માર્યા ગયા હતા
શનિવારે (28મી જૂન) પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને પાકિસ્તાની લશ્કરી કાફલા પર અથડાવી દીધું હતું. જેમાં 13 સૈનિકો માર્યા ગયા હતા અને 24 અન્ય ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: 1 જુલાઈથી 5 મોટા ફેરફાર થશે, જાણો તમારા ખિસ્સા પર કેટલો વધશે ભાર!
પાકિસ્તાનની સેનાના જણાવ્યાનુસાર, 'આ દુ:ખદ અને બર્બર ઘટનામાં બે બાળકો અને એક મહિલા સહિત ત્રણ નિર્દોષ નાગરિકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ પછી પાકિસ્તાન સેનાએ આ વિસ્તારમાં 14 આતંકવાદીઓને ઠાર માર્યા હોવાનો દાવો કર્યો હતો. આ હુમલામાં કયા જૂથને નિશાન બનાવવામાં આવ્યું હતું તે જાહેર થયું નથી અને કોઈ સંગઠને બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી નથી.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને આ હુમલા માટે ભારતને દોષી ઠેરવ્યું છે. તાજેતરના મહિનાઓમાં ઉત્તર વઝીરિસ્તાનમાં થયેલી આ સૌથી ઘાતક ઘટનાઓમાંની એક છે, જે સુરક્ષાઓ પર સવાલો થઈ રહ્યા છે.









