'ડ્રામાબાજીથી સત્ય નહીં બદલાય...', UNના મંચથી ભારતનો પાકિસ્તાની PMને જડબાતોડ જવાબ
PAK TERERISOM: ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાષણનો આકરો જવાબ આપ્યો હતો. ઇસ્લામાબાદ દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવા અને તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાની પોલ ખોલી દીધી હતી. ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ, પેટલ ગેહલોતે કહ્યું, 'સાહેબ, આજે સવારે આ સભામાં પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા વાહિયાત નાટકો જોવા મળ્યા, જેમાં ફરી એકવાર આતંકવાદને મહિમામંડન કરવામાં આવ્યું, જે તેમની વિદેશ નીતિનો મુખ્ય ભાગ છે. જોકે, તમારી ડ્રામાબાજીથી સત્ય બદલાઈ નથી જવાનું.'
આ પણ વાંચોઃ ગુરુગ્રામમાં ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 5 યુવકના મોત
શાહબાઝ શરીફે 80માં સત્રની સામાન્ય ચર્ચા દરમિયાન પોતાના ભાષણમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, મે મહિનામાં ચાર દિવસના સંઘર્ષ દરમિયાન ભારતના 7 જેટ ક્ષતિગ્રસ્ત થયા હતા. વાયુસેનાના પ્રમુખ અમરપ્રીત સિંહે ગયા મહિને કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય જેટ દ્વારા પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ અને એક મોટા વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. પેટલ ગેહલોતે ગૃહને યાદ અપાવ્યું કે, 25 એપ્રિલે, પાકિસ્તાને યુએન સુરક્ષા પરિષદમાં જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓના નરસંહાર માટે પ્રતિકાર મોરચાને જવાબદારીમાંથી મુક્ત કરી દીધી હતી. પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ પાકિસ્તાન અને POKના કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને એક ઓપરેશન શરૂ કર્યું હતું.
આતંકવાદીઓના મહિમા વિશે તેમણે શું કહ્યું?
પેટલ ગેહલોતે કહ્યું કે, 'એક તસવીર હજાર શબ્દો કહી જાય છે. અમે ઓપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુર અને મુરીદકે આતંકવાદી સંકુલમાં ભારતીય દળો દ્વારા માર્યા ગયેલા આતંકવાદીઓના અસંખ્ય ફોટોગ્રાફ્સ જોયા. વરિષ્ઠ પાકિસ્તાની લશ્કરી અને નાગરિક અધિકારીઓએ જાહેરમાં આ કુખ્યાત આતંકવાદીઓનો મહિમા કર્યો અને તેમને શ્રદ્ધાંજલિ આપી. શું આ શાસનના ઈરાદા વિશે કોઈ શંકા હોઈ શકે? પાકિસ્તાની વડાપ્રધાને ભારત સાથેના તાજેતરના સંઘર્ષનો એક અનોખો અહેવાલ પણ રજૂ કર્યો. આ બાબતે રેકોર્ડ એકદમ સ્પષ્ટ છે. 9 મે સુધી, પાકિસ્તાન ભારત પર વધુ હુમલાઓની ધમકી આપી રહ્યું હતું. જોકે, 10 મેના રોજ, સૈન્યએ સીધી અમને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી.'
આ પણ વાંચોઃ દિલ્હીમાં કોંગ્રેસ નેતાની સરાજાહેર હત્યા, બેટ વડે માર્યા પછી ગોળીઓથી વીંધી નાખ્યા
ઓસામા બિન લાદેનને શરણ આપી
પેટલ ગેહલોતે વધુમાં કહ્યું, 'જે દેશ લાંબા સમયથી આતંકવાદને પ્રોત્સાહન અને નિકાસ કરવાની પરંપરામાં ડૂબેલો છે, તેને આવી હાસ્યાસ્પદ વાર્તાઓ ફેલાવવામાં કોઈ શરમ નથી. આપણે યાદ રાખવું જોઈએ કે તેણે એક દાયકા સુધી ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો, જ્યારે તે આતંકવાદ સામેના યુદ્ધમાં ભાગીદાર હોવાનો ડોળ કરતો હતો. તેના મંત્રીઓએ તાજેતરમાં જ દાયકાઓથી આતંકવાદી શિબિરો ચલાવવાની કબૂલાત કરી છે. આ વાતમાં કોઈ આશ્ચર્ય ન થવું જોઈએ કે આ ઘટના ફરી એકવાર બની રહી છે અને આ વખતે વડાપ્રધાનના સ્તરે.'