Get The App

ગુરુગ્રામમાં ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 5 યુવકના મોત

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
ગુરુગ્રામમાં ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 5 યુવકના મોત 1 - image


Gurugram Accident: ગુરુગ્રામ-દિલ્હી-જયપુર હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહેવાલો અનુસાર એક બ્લેક કલરની થાર કાર પૂરપાટ દોડતી વખતે બેકાબૂ થતાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના લીધે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 6માંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થયો હતો. 

આ અકસ્માત વહેલી સવારે લગભગ 4:30 વાગ્યાના સુમારે સર્જાયો હતો. બ્લેક કલરની આ કાર ઉત્તર પ્રદેશનું રજિસ્ટ્રેશન નંબર ધરાવતી હતી. આ મામલે સેક્ટર 40ના એસએચઓ લલિતે માહિતી આપી હતી. 

પોલીસ અને વહીવટીતંત્રની કાર્યવાહી

અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે, અને ઈજાગ્રસ્તને સારવાર ચાલી રહી છે. પોલીસ હાલમાં ઘટનાની તપાસ કરી રહી છે અને મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.



વાહનોની રફ્તાર મૃત્યુનું કારણ!

ગુરુગ્રામ અને દિલ્હી-એનસીઆરમાં રફ્તાર કારણે થતા અકસ્માતો ચિંતાનો વિષય બન્યા છે. ક્ષતિગ્રસ્ત વાહનની સ્થિતિ ફોટોગ્રાફ્સમાં જોઈ શકાય છે, જે દર્શાવે છે કે વાહન કેટલી ઝડપે મુસાફરી કરી રહ્યું હતું. હાઈવે પર નિર્ધારિત રફ્તાર મર્યાદામાં વાહન ચલાવવાથી આવા અકસ્માતો અટકાવવામાં મદદ મળી શકે છે.

Tags :