Get The App

Vacancy 2026 : ડાક વિભાગમાં ભરતી, 28000 જગ્યા પર વેકેન્સી, જાણો પગાર-અભ્યાસ સહિતની માહિતી

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
Vacancy 2026 : ડાક વિભાગમાં ભરતી, 28000 જગ્યા પર વેકેન્સી, જાણો પગાર-અભ્યાસ સહિતની માહિતી 1 - image


India Post GDS Vacancy 2026 Notification : સરકારી નોકરીની રાહ જોઈ રહેલા હજારો યુવાનો માટે નવા વર્ષના પ્રારંભે ખુશખબર આવી છે. ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવક (GDS) હેઠળ 28000થી વધુ પદો માટે ભરતીની જાહેરાત કરી છે. ઈન્ડિયા પોસ્ટ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, આ ભરતી પ્રક્રિયા જાન્યુઆરી 2026થી શરૂ થવા જઈ રહી છે. આ ભરતીની સૌથી મોટી વિશેષતા એ છે કે, ઉમેદવારોની પસંદગી કોઈ પણ લેખિત પરીક્ષા વગર, માત્ર ધોરણ-10ના મેરિટના આધારે કરવામાં આવશે.

ગુજરાતમાં 1830 બેઠકો પર ભરતી

ટપાલ વિભાગ દ્વારા દેશભરના 23 સર્કલમાં કુલ 28,740 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સૌથી વધુ 3,553 જગ્યાઓ મહારાષ્ટ્રમાં છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 3,169 અને પશ્ચિમ બંગાળમાં 2,982 જગ્યાઓ છે. ગુજરાત સર્કલની વાત કરીએ તો અહીં 1,830 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ભરતી અંતર્ગત બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) ના પદો પર નિમણૂક આપવામાં આવશે.

કુલ 28,740 જગ્યાઓ પર ભરતી

  • આંધ્ર પ્રદેશ - 1060
  • આસામ - 639
  • બિહાર - 1347
  • છત્તીસગઢ - 1155
  • દિલ્હી - 42
  • ગુજરાત - 1830
  • હરિયાણા - 270
  • હિમાચલ પ્રદેશ - 520
  • જમ્મુ/કાશ્મીર - 267
  • ઝારખંડ - 908
  • કર્ણાટક - 1023
  • કેરળ - 1691
  • મધ્ય પ્રદેશ - 2120
  • મહારાષ્ટ્ર - 3553
  • ઉત્તર પૂર્વ - 1014
  • ઓડિશા - - 1191
  • પંજાબ - 262
  • રાજસ્થાન - 634
  • તમિલનાડુ - 2009
  • તેલંગાણા - 609
  • ઉત્તર પ્રદેશ - 3169
  • ઉત્તરાખંડ - 445
  • પશ્ચિમ બંગાળ - 2982
  • કુલ - 28740 જગ્યા પર ભરતી

Vacancy 2026 : ડાક વિભાગમાં ભરતી, 28000 જગ્યા પર વેકેન્સી, જાણો પગાર-અભ્યાસ સહિતની માહિતી 2 - image

લાયકાત અને વયમર્યાદા : આ ભરતીમાં જોડાવા માટે ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી ગણિત અને અંગ્રેજી વિષયો સાથે ધોરણ-10 પાસ હોવો અનિવાર્ય છે. ઉમેદવારને સ્થાનિક ભાષાનું જ્ઞાન, કોમ્પ્યુટરની જાણકારી અને સાયકલ ચલાવતા આવડવું જરૂરી છે.

વયમર્યાદા : ઉમેદવારની લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાંચો : અવિમુક્તેશ્વરાનંદ વિવાદમાં મમતા કુલકર્ણી વિરુદ્ધ કાર્યવાહી

પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા

  • વિભાગ - ભારતીય પોસ્ટ વિભાગ
  • પદનું નામ - બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) પદ અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) 
  • કુલ ભરતી - 28,740
  • અરજી કરવાની શરૂઆત - 31 જાન્યુઆરી-2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ - 14 ફેબ્રુઆરી-2026
  • અભ્યાસ - ધોરણ 10 પાસ (પસંદગી પ્રક્રિયા મેરિટ આધારીત)
  • ઉંમર - 18 વર્ષથી 40 વર્ષ
  • BPM પગાર - રૂ.12000થી રૂ.29000 (માસિક)
  • ABPM પગાર - રૂ.10000થી રૂ.24470 (માસિક)
  • ઓનલાઈન ફોર્મ ભરવાની સત્તાવાર વેબસાઈટ - indiapostgdsonline.gov.in

મહત્વની તારીખો અને અરજી પ્રક્રિયા

ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 31 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને 14 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. અરજી ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2026 છે. વિભાગ દ્વારા પ્રથમ મેરિટ લિસ્ટ 28 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. રસ ધરાવતા ઉમેદવારો ટપાલ વિભાગની સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

આ પણ વાંચો : બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં વિવાદ