ભારતીય પોસ્ટમાં 10 પાસ માટે મોટી ભરતીની જાહેરાત, જાણો કેટલી મળશે સેલેરી

નવી દિલ્હી,તા. 8 ઓગસ્ટ 2023, મંગળવાર
સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય ડાક (ઇન્ડિયા પોસ્ટ) એ ગ્રામીણ ડાક સેવકો (GDS) ની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ માંગી છે. આ પોસ્ટ માટે લાયક ઉમેદવાર નીચે આપેલી માહિતી પ્રમાણે ઓનલાઇન અરજી કરી શકે છે.
વેબસાઇટ
આ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા 3 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જઇને 23 ઓગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
પોસ્ટ માટેની કુલ જગ્યા
બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની કુલ જગ્યાઓ -30041
પગાર ધોરણ
- બ્રાન્ચ પોસ્ટમાસ્ટર સેલરી - રૂ. 12,000 થી રૂ. 29,380 સુધી
- આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર સેલરી –10,000 રૂપિયાથી 24,470 રૂપિયા સુધી
ઇન્ડિયા પોસ્ટ GDS પાત્રતા 2023: કોણ કરી શકશે અરજી
ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ગણિત અને અંગ્રેજી વિષયો સાથે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
વય મર્યાદા
ભારતીય પોસ્ટલ સર્વિસમાં ગ્રામીણ ટપાલ સેવાની જગ્યાઓ પર ભરતી માટે લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારો માટે સરકારના નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
ઇન્ડિયા પોસ્ટ GDS પરીક્ષા 2023: આ રીતે થશે પસંદગી
ભારતીય પોસ્ટલ સર્વિસમાં ગ્રામીણ ડાક સેવકની જગ્યા પર ભરતી માટેની પસંદગી યોગ્યતાના આધારે કરવામાં આવશે. આ મેરિટ લિસ્ટ ધોરણ- 10માં મેળવેલા માર્કસના આધારે તૈયાર કરવામાં આવશે.
GDS પોસ્ટ્સ પર પસંદ કરાયેલ ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર જાણ કરવામાં આવશે. તે પછી ફરીથી તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર થવુ પડશે.
અરજી કરવાની ફી
ઇન્ડિયા પોસ્ટ GDS પોસ્ટ્સ માટે લાયક ઉમેદવારો વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જઇને ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી માટેની ફી 100 રૂપિયા જમા કરાવવાની રહેશે. આ પોસ્ટ માટેની વધુ માહિતી માટે આધિકારીક વેબસાઇટ પર જઇને મેળવી શકો છો.

