Get The App

ભારતે 23 મિનિટ સુધી જામ કરી નાંખી હતી પાકિસ્તાનની મેડ ઇન ચાઇના એર ડિફેન્સ સિસ્ટમ, ઓપરેશન સિંદૂર પર સરકારનું સત્તાવાર નિવેદન

Updated: May 15th, 2025

GS TEAM

Google News
Google News
ભારતે 23 મિનિટ સુધી જામ કરી નાંખી હતી પાકિસ્તાનની મેડ ઇન ચાઇના એર ડિફેન્સ સિસ્ટમ, ઓપરેશન સિંદૂર પર સરકારનું સત્તાવાર નિવેદન 1 - image


Operation Sindoor: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં આતંકવાદ વિરુદ્ધ રોષ ફેલાયો હતો. ભારતે પણ આતંકવાદીઓનો સફાયો કરવાનું પ્રણ લેતાં 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાન અને POKમાં એર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓના 9 ઠેકાણાં નષ્ટ કરવામાં આવ્યા હતા. 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો હતો.

23 મિનિટ સુધી જામ કરી હતી સિસ્ટમ

આ ઓપરેશનની ખાસિયત એ છે કે, ભારતીય વાયુસેનાએ 23 મિનિટ સુધી પાકિસ્તાનની ચીન નિર્મિત એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી દીધી હતી. પાકિસ્તાનના નૂર ખાન અને રહીમ યાર ખાન જેવા ટોચના પાકિસ્તાની એરબેઝને ટાર્ગેટ કર્યા હતાં. લૉઇટરિંગ મ્યુનિશન અર્થાત્ આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કરી દુશ્મનના રડાર, મિસાઇલ સિસ્ટમ અને હાઇ-વેલ્યુ ટાર્ગેટને ધ્વસ્ત કર્યા હતા.

લૉઇટરિંગ મ્યુનિશનથી ટાર્ગેટ કર્યા

લૉઈટરિંગ મ્યુનિશન જેવી હથિયાર પ્રણાલીઓ જે અનમેન્ડ એરિયલ વ્હિકલ (UAV) મિસાઇલ છે. જે નિશ્ચિત ટાર્ગેટની આસપાસ ફરી તેની ખાતરી કર્યા બાદ હુમલો કરે છે. આ આત્મઘાતી ડ્રોનની મદદથી દુશ્મનના રડાર, મિસાઇલ સિસ્ટમ અને હાઇ વેલ્યુ ટાર્ગેટને નષ્ટ કરવામાં આવ્યા છે.

આ પાંચ મુદ્દામાં સમજો આખું ઓપરેશન સિંદૂર

  • સરકારે ગઈકાલે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરથી ભારતીય પ્રણાલીઓ દ્વારા દુશ્મનના હથિયારોને નિષ્ફળ કર્યા હોવાના મજબૂત પુરાવા મળ્યા છે.
  • એક ચાઇનીઝ મૂળ પીએલ-15 હવાથી હવામાં હુમલો કરતી મિસાઇલના ટુકડાઓ મળી આવ્યા છે. બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલના ટુકડાઓ સેનાએ એકઠા કર્યા છે. જે દુશ્મનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હોવાનો ઠોસ પુરાવો છે.
  • પાકિસ્તાની સેનાએ તૂર્કિયે મૂળનું યુવી ‘યિહા’ (યીહો) કામિકેજ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
  • પાકિસ્તાને અસીસગાર્ડ સોંગર ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. આ સિસ્ટમ રિયલ ટાઇમમાં વીડિયો પ્રસારિત કરી શકે છે. પાંચ કિમી સુધીના ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. જેના પરથી જણવા મળે છે કે, પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદની અત્યંત નજીકના વિસ્તારમાંથી છોડવામાં આવ્યા હતા.
  • અનેક પ્રકારના રૉકેટ, ક્વાડકોપ્ટર, અને કોમર્શિયલ ડ્રોન પણ જપ્ત કર્યા છે. આ ડ્રોનનો ઉપયોગ પાકિસ્તાન દ્વારા થઈ રહ્યો છે. વિદેશોમાંથી પ્રાપ્ત ઉન્નત હથિયારોની મદદથી પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હોવા છતાં ભારતીય વાયુ સેના અને ઇલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમે તમામને નિષ્ફળ બનાવ્યા હતા.

તમામ હુમલાઓને હવામાં જ નિષ્ફળ કરવામાં આવતાં ભારતને કોઈ મોટું નુકસાન થયું નથી. સરકારે જણાવ્યું હતું કે, આપણી સેનાની રણનીતિ, મોનિટરિંગ અને હથિયાર પ્રણાલીની તાકાતથી તમામ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. લોંગ રેન્જ ડ્રોનથી માંડી ગાઇડેડ મ્યુનિશન સુધી ભારતે સૈન્ય આત્મનિર્ભરતાની એક નવુ ઉત્કૃષ્ટ છાપ ઊભી કરી છે.


Tags :