Get The App

ઓલિમ્પિક 2036: ભારત પહેલીવાર ઓલિમ્પિક યોજવાની રેસમાં, અમદાવાદને યજમાન શહેર તરીકે રજૂ કરાયું

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
ઓલિમ્પિક 2036: ભારત પહેલીવાર ઓલિમ્પિક યોજવાની રેસમાં, અમદાવાદને યજમાન શહેર તરીકે રજૂ કરાયું 1 - image


India To Host Olympic 2036: ભારત પહેલીવાર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા પહેલ કરી રહ્યું છે. આ મુદ્દે સમયાંતરે ચર્ચાઓ થઈ રહી છે. અમદાવાદમાં ઓલિમ્પિક માટે તૈયાર થઈ રહેલા સ્ટેડિયમની કામગીરી પણ લગભગ પૂર્ણ થવાના આરે છે. ભારતે સત્તાવાર રીતે 2036 ઓલિમ્પિકની યજમાની કરવા નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડના લુઝાનમાં મંગળવારે ભારતીય પ્રતિનિધિમંડળે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી(IOC)ના અધિકારીઓની મુલાકાત કરી ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાનો પ્રસ્તાવ સત્તાવાર રીતે રજૂ કર્યો હતો.

આ દાવો રજૂ કરવાનો સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. IOC એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે  હાલમાં તે ભવિષ્યની ઓલિમ્પિક રમતો માટે યજમાન દેશની પસંદગી પ્રક્રિયા અટકાવી રહ્યું છે. તેના આ નિવેદન બાદ ભારતીય પ્રતિનિધિમંડળની IOC સાથે બેઠક થઈ હતી. 

આ પણ વાંચોઃ સ્ટાર ક્રિકેટર વિરુદ્ધ 11 મહિલાઓએ લગાવ્યો દુષ્કર્મ અને યૌન ઉત્પીડનનો આરોપ, હેડ કોચે કહ્યું- ન્યાય અપાવીશું 

ભારતીય પ્રતિનિધિમંડળમાં ભારતીય ઓલિમ્પિક સંઘની અધ્યક્ષ પીટી ઉષા ઉપરાંત કેન્દ્રીય રમત મંત્રાલય અને ગુજરાત સરકારના પ્રતિનિધિ સામેલ હતા. પ્રતિનિધિમંડળે ઔપચારિક રીતે અમદાવાદને યજમાન શહેર તરીકે રજૂ કર્યું હતું. ઇતિહાસમાં પ્રથમ વખત ભારતે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સમક્ષ સત્તાવાર રીતે તેના એક શહેરનું નામ યજમાન શહેર તરીકે રજૂ કર્યું છે. 2032 ઓલિમ્પિક રમતો બ્રિસ્બનમાં યોજાવાની છે, ભારતની નજર 2036ની ઓલિમ્પિકના આયોજન પર છે.

ભારતીય ઓલિમ્પિક ઍસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ આ અંગે જણાવ્યું હતું કે, 'ભારતમાં ઓલિમ્પિક રમતોનું આયોજન માત્ર એક ભવ્ય કાર્યક્રમ જ નહીં પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત યોજાનારી ઈવેન્ટ છે. જેની અસર તમામ ભારતીયો પર  પડશે.' પીટી ઉષાએ લુઝાનમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના અધિકારીઓ સાથે ભારતીય પ્રતિનિધિમંડળની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે આ વાતચીતને અર્થપૂર્ણ ગણાવી છે.

ઓલિમ્પિક 2036: ભારત પહેલીવાર ઓલિમ્પિક યોજવાની રેસમાં, અમદાવાદને યજમાન શહેર તરીકે રજૂ કરાયું 2 - image

Tags :