સ્ટાર ક્રિકેટર વિરુદ્ધ 11 મહિલાઓએ લગાવ્યો દુષ્કર્મ અને યૌન ઉત્પીડનનો આરોપ, હેડ કોચે કહ્યું- ન્યાય અપાવીશું
Daren Sammy React On Cricketer Sexual Assault Allegations: વર્તમાનમાં વેસ્ટ ઇન્ડીઝ ટીમના એક સ્ટાર ક્રિકેટર પર ગંભીર યૌન ઉત્પીડનનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ આરોપો બાદ ટીમના હેડ કોચ ડેરેન સેમીએ યોગ્ય પ્રક્રિયાના પાલન સાથે ન્યાયની માંગ કરી છે. ગયા અઠવાડિયે મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વેસ્ટ ઇન્ડીઝના એક સ્ટાર ખેલાડી સામે 11 મહિલાઓએ જાતીય શોષણના આરોપો લગાવ્યા છે. જો કે હજુ સુધી કોઈ ઔપચારિક કેસ દાખલ કરવામાં આવ્યો નથી.
શું છે આખો મામલો?
વેસ્ટ ઇન્ડીઝ ટીમના ખેલાડી પર દુષ્કર્મ અને જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોચ ડેરેન સેમીએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક કિશોરી સહિત ઓછામાં ઓછી 11 મહિલાઓએ ક્રિકેટર પર દુષ્કર્મ, જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. ખાસ કરીને ગયાનામાં, કેટલીક ફરિયાદો પોલીસ સુધી પણ પહોંચી છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સમગ્ર મામલાને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
હેડ કોચ ડેરેન સેમીએ આપી પ્રતિક્રિયા
ડેરેન સેમીએ કહ્યું, 'મારી પાસે આ વિશે સંપૂર્ણ માહિતી નથી, પરંતુ મીડિયામાં ચાલી રહેલી બાબતોની આપણને બધાને જાણ છે. હું મારા ખેલાડીઓની ખૂબ નજીક છું અને તેમની માનસિક સ્થિતિ સારી રહે તે માટે સતત તેમની સાથે વાત કરતો રહું છું.'
આ પણ વાંચો: શમીએ અલગ રહેતી પત્ની અને દીકરીને દર મહિને વળતર આપવું પડશે, હાઈકોર્ટનો આદેશ
હેડ કોચે વધુમાં કહ્યું કે, 'અમે ન્યાયમાં માનીએ છીએ, અમે એવો સમુદાય છીએ જે ન્યાય ઇચ્છે છે, પરંતુ આ માટે એક પ્રક્રિયા છે. અમે ખાતરી કરીશું કે સમગ્ર મામલો યોગ્ય સિસ્ટમ હેઠળ ઉકેલાય. કોચ અને ક્રિકેટ બોર્ડ તરીકે, હું દરેક માટે ન્યાય ઇચ્છું છું.'
ડેરેન સેમીએ વધુમાં કહ્યું, 'હાલ તો આ ફક્ત આરોપો છે. આપણે જાણીએ છીએ કે ન્યાય પ્રક્રિયાનો પોતાનો એક સમય અને પદ્ધતિ હોય છે, તેથી સત્ય બહાર આવે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે.'
જ્યારે સેમીને પૂછવામાં આવ્યું કે શું ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે આ મામલે પોતાની તપાસ શરૂ કરવી જોઈએ, ત્યારે તેમણે કહ્યું કે, 'હું આ અંગે કંઈ કહી શકતો નથી, પરંતુ મને ખાતરી છે કે બોર્ડ આ મામલે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરશે.'