India

ભારતીય વાયુસેના બનશે વધુ શક્તિશાળી, ભારતને ટૂંક સમયમાં જ મળશે અપાચે હેલિકોપ્ટર

By GS TEAM
2 Jul 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની તાકાતમાં વધુ એક વધારો થવા જઈ રહ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ ભારતીય સેનાને અપાચે લડાકુ હેલિકોપ્ટરનો પહેલી બેચ મળવા જઈ રહી છે. જે ટૂંક સમયમાં ડિલિવર થશે. જેના કારણે સેનાની તાકાત પહેલાની તુલનાએ નોંધપાત્ર રીતે વધારો થશે અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશો માટે ખતરો વધશે. તેમજ આ હેલિકોપ્ટરોને પાકિસ્તાનની પશ્ચિમી સરહદ પર તહેનાત કરવામાં આવશે, જેના કારણે પાકિસ્તાન હંમેશા નિશાના પર રહેશે. હાલમાં આ અપાચે હેલિકોપ્ટરનો ઉપયોગ અમેરિકા, ઈઝરાયલ જેવા દેશોની સેનાઓ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય વાયુસેના બનશે વધુ શક્તિશાળી, ભારતને ટૂંક સમયમાં જ મળશે અપાચે હેલિકોપ્ટર

Indian Army : પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની તાકાતમાં વધુ એક વધારો થવા જઈ રહ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ ભારતીય સેનાને અપાચે લડાકુ હેલિકોપ્ટરનો પહેલી બેચ મળવા જઈ રહી છે. જે ટૂંક સમયમાં ડિલિવર થશે. જેના કારણે સેનાની તાકાત પહેલાની તુલનાએ નોંધપાત્ર રીતે વધારો થશે અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશો માટે ખતરો વધશે. તેમજ આ હેલિકોપ્ટરોને પાકિસ્તાનની પશ્ચિમી સરહદ પર તહેનાત કરવામાં આવશે, જેના કારણે પાકિસ્તાન હંમેશા નિશાના પર રહેશે. હાલમાં આ અપાચે હેલિકોપ્ટરનો ઉપયોગ અમેરિકા, ઈઝરાયલ જેવા દેશોની સેનાઓ કરી રહી છે.

આ પણ વાંચો : કર્ણાટકમાં 'મુખ્યમંત્રી પદ'ના વિવાદ વચ્ચે સરકારનો મોટો નિર્ણય, બદલ્યાં 2 શહેરના નામ

અપાચે હેલિકોપ્ટર સેનાને 15 મહિના મોડા મળી રહ્યું છે

મીડિયા રિપોર્ટ પ્રમાણે અપાચે હેલિકોપ્ટર સેનાને 15 મહિના મોડા મળી રહ્યું છે. ડિલિવર થતાં જ તેની તહેનાત કરી દેવામાં આવશે. આર્મી એવિએશન કોર્પ્સે માર્ચ 2024 માં જોધપુરમાં તેનું પહેલું અપાચે સ્ક્વોડ્રન સ્થાપિત કર્યું હતું. જો કે, તેની રચનાના લગભગ 15 મહિના પછી આ સ્ક્વોડ્રન લડાકુ અપાચે હેલિકોપ્ટર વગર જ છે  અપાચે AH 64E એટેક હેલિકોપ્ટર યુએસથી ડિલિવર થશે. વર્ષ 2020 માં આ હેલિકોપ્ટર માટે ભારત અને અમેરિકા વચ્ચે 600 મિલિયન ડોલરનો સોદો થયો હતો.

કુલ ત્રણ બેચમાં કુલ છ હેલિકોપ્ટર ભારત આવશે

એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, આ હેલિકોપ્ટર ગયા વર્ષે મે-જૂન સુધીમાં ભારતીય સેનાને મળી જશે, પરંતુ સપ્લાય ચેઇનમાં મુશ્કેલી આવવાના કારણે તેની ડેડલાઈન પહેલા ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી હતી. હવે આ હેલિકોપ્ટરની પહેલી બેચ આ મહિને ભારતીય સેનાના એવિએશન કોર્પ્સને મળી શકે છે. આમ કુલ ત્રણ બેચમાં કુલ છ હેલિકોપ્ટર ભારત આવવાના હતા.

આ પણ વાંચો : સોનિયા-રાહુલ ગાંધીએ રૂ.2000 કરોડની સંપત્તિ હડપવાનું ષડયંત્ર રચ્યું હતું, નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણીમાં EDનો દાવો

અચાપે AH-64 હેલિકોપ્ટરની આ છે ખાસિયતો

તમને જણાવી દઈએ કે, અચાપે AH-64 હેલિકોપ્ટર એક અમેરિકન ટ્વીન-ટર્બોશાફ્ટ એટેક હેલિકોપ્ટર છે, જેમાં ટેલવ્હીલ ટાઈપનું લેન્ડિંગ ગિયર અને બે લોકોના ક્રૂ માટે કોકપીટ છે. નાક પર લગાવેલા સેન્સર નક્કી કરેલા ટારગેટ મેળવવા અને રાત્રે જોવામાં મદદ કરે છે. તેની આગળના ભાગે ફ્યુઝલેજ હેઠળ 30 MM M230 ચેઇન ગન અને સ્ટોર્સ માટે ચાર હાર્ડપોઇન્ટ છે, જે AGM-114 હેલફાયર મિસાઇલ અને હાઇડ્રા 70 રોકેટ પોડ્સ માટે છે. 

આ હેલિકોપ્ટર હાલમાં યુએસ આર્મી, ઇઝરાયેલી આર્મી, બ્રિટિશ આર્મી અને સાઉદી અરેબિયન આર્મી દ્વારા ઉપયોગમાં લેવાય છે. ભારતીય સેનામાં તેનો સમાવેશ પાકિસ્તાન અને ચીન જેવા દેશોના હૃદયના ધબકારા વધારવાનો છે.