પાસપોર્ટ રેન્કિંગમાં ભારતનું સ્થાન સુધર્યુંઃ પાકિસ્તાન ગગડીને ચોથો સૌથી ખરાબ રેન્ક ધરાવતો દેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Henley Passport Index 2025: દુનિયાભરના દેશોના પાસપોર્ટનું નવું રેન્કિંગ આવ્યું છે. જે મુજબ, ભારતનો પાસપોર્ટ દુનિયામાં 77માં નંબરે છે. વળી, પહેલાં નંબરે એશિયાનો દેશ સિંગાપુર અને બીજા નંબરે જાપાન તેમજ સાઉથ કોરિયા છે. રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાન દુનિયાનો ચોથો સૌથી ખરાબ રેન્કિંગવાળો દેશ છે. તેનો પાસપોર્ટ 96માં નંબરે મૂકવામાં આવ્યો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 1 થી 99 સુધીની રેન્કિંગમાં દુનિયાના તમામ દેશને મૂકવામાં આવ્યા છે. પાકિસ્તાન સાથે સોમાલિયા અને યમનને પણ આ જ સ્થાન મળ્યું છે. સૌથી છેલ્લે એટલે કે, 99માં નંબરે અફઘાનિસ્તાન છે અને 98 નંબરે સીરિયા તેમજ 97 નંબર ઇરાકને સ્થાન મળ્યું છે.
ત્રીજા નંબરે કયા દેશનો થયો સમાવેશ?
ત્રીજા નંબરે યુરોપના અનેક દેશ છે, જેમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઇટલી અને સ્પેન સામેલ છે. આ દેશોમાં ફરવા માટે મોટી સંખ્યામાં લોકો જાય છે. ચોથા નંબરે સ્વિડન, નેધરલેન્ડ અને બેલ્જિયમ સહિત યુરોપના 7 દેશ સામેલ છે.
આ પણ વાંચોઃ કાફલામાં વૈભવી કાર, ઓફિસમાં PM મોદી સાથે ફોટો.... શું ધનખડે આવી માગણીઓ કરી હતી?
બાંગ્લાદેશ 94માં સ્થાને
ભારતના એક અન્ય પાડોશી દેશ બાંગ્લાદેશનો પાસપોર્ટ રેન્ક 94 નંબરે છે. પેલેસ્ટાઇનને પણ આ જ રેન્કિંગ મળી છે. આ સિવાય સૂડાનને 92 અને ઉત્તર કોરિયાને 93મો નંબર મળ્યો છે. શ્રીલંકા અને ઈરાનને 91 નંબરે સ્થાન મળ્યું છે.
વિશ્વનો શક્તિશાળી દેશ અમેરિકા નથી નંબર-1
વળી, વિશ્વના સૌથી શક્તિશાળી કહેવાતા દેશ અમેરિકાને 10મું સ્થાન મળ્યું છે અને ઈઝરાયલને 18માં નંબરે મૂકવામાં આવ્યું છે. ચીની પાસપોર્ટને રેન્કિંગમાં 60માં નંબરે મૂકવામાં આવ્યો છે. રશિયાને આ યાદીમાં 46મું સ્થાન મળ્યું છે.
આ પણ વાંચોઃ અજમેર દરગાહ મામલે નાજિમની નોટિસથી વિવાદ, કહ્યું - 'કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર...'
ભારતના રેન્કિંગમાં સુધારો
નોંધનીય છે કે, ભારતની રેન્કિંગમાં આ વર્ષે 8 સ્થાનનો ઉછાળો આવ્યો છે. ગત વર્ષે ભારતીય પાસપોર્ટને 85મું સ્થાનમળ્યું હતું અને આ વખતે ભારત 77માં સ્થાન પર છે. પોસપોર્ટ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આ દસ્તાવેજના માધ્યમથી લોકો બીજા દેશોની યાત્રા કરી શકે છે. સામાન્ય રૂપે આવા દેશોની રેન્કિંગ કમજોર હોય છે, જે હિંસા પ્રભાવિત છે અથવા આતંકવાદ ગ્રસ્ત છે. જેમ કે, અફઘાનિસ્તાન, સોમાલિયા, પાકિસ્તાન, સીરિયા, સૂડાન અને ઈરાક વગેરે.









