'આઘાતજનક, અત્યંત દુઃખદ...', ગાઝામાં ઈઝરાયલના હુમલામાં પત્રકારોના નિધન પર ભારતની પ્રતિક્રિયા
India expressed concern over the killing of five journalists in Gaza: ઈઝરાયલની ગાઝામાં ક્રૂરતા વધી રહી છે. તે સમગ્ર ગાઝાને પચાવી પાડવાની યોજના પર આગળ વધી રહ્યું છે ત્યારે આડેધડ હુમલામાં હવે નિર્દોષ નાગરિકો સહિત પત્રકારોના પણ જીવ લેવામાં જરાય ચૂકતુ નથી. તાજેતરના હુમલામાં ગાઝામાં પાંચ પત્રકારોના મોતના હવે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે હવે ઈઝરાયલના મિત્ર ગણાતા ભારતે પણ આ હુમલાની આકરી ટીકા કરી છે.
ભારતે શું કહ્યું?
ગાઝામાં હોસ્પિટલ પર કરાયેલા ઈઝરાયલના હુમલામાં પાંચ પત્રકારોના મોત અંગે ભારતે કહ્યું છે કે, આ હુમલો ખરેખર આઘાતજનક અને અત્યંત દુઃખદ હતો. આ સાથે ભારતે એક નિવેદનમાં નાગરિકોના મૃત્યુની પણ આકરી ઝાટકણી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગાઝામાં નાસ્સેર હોસ્પિટલમાં ભયાનક હુમલો કરાયો હતો જેમાં ઈન્ટરનેશનલ મીડિયાના પાંચ પત્રકારો મૃત્યુ પામી ગયા હતા.
આ પણ વાંચોઃ અડધી રાતે મુંબઈના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા
રણધીર જયસ્વાલે આપ્યું નિવેદન
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, 'આવા હુમલામાં પત્રકારોની હત્યા ખરેખર ચોંકાવનારી અને અત્યંત આઘાતજનક છે. ભારત આ રીતે નાગરિકોના મોતને હંમેશા વખોડતું રહ્યું છે. રણધીર જયસ્વાલ ખાન યુનિસમાં થયેલા પત્રકારોના મોત પ્રતિક્રિયા આપી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પાંચેય પત્રકારો રુટર, એસોસિયેટેડ પ્રેસ, અલ જઝીરા અને મીડલ ઈસ્ટ આઈ માટે કામ કરતા હતા. જોકે ખાન યુનિસમાં અન્ય એક ઘટનામાં અખબારમાં કામ કરતા અન્ય એક પત્રકારે જીવ ગુમાવી દીધો હતો.