India

અરૂણાચલ સરહદે સંઘર્ષ દૂર કરવા ભારત-ચીનની કમાન્ડર સ્તરની બેઠક

By GS Team
22 Nov 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી : અરૂણાચલ પ્રદેશ સરહદ નજીક ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષના અહેવાલો આવી રહ્યા છે ત્યારે શિયાળાની ઠંડી શરૂ થાય તે પહેલાં આ તણાવ દૂર કરવા માટે ભારત અને ચીન વચ્ચે બીજા તબક્કાની કોર કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. બીજીબાજુ અરૂણાચલમાં સિયાંગ ડેમના વિરોધ વચ્ચે સરકારે દાવો કર્યો કે ચીન સરહદ નજીકના ૪૦ ગામોમાં પલાયન અટકી ગયું છે અને સ્થાનિક વસતી વધી છે. અરૂણાચલ પ્રદેશમાં સરહદ નજીક ચીના સૈનિકો ઘૂસણખોરી કરતા હોવાના અહેવાલો વચ્ચે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. આવા સમયે દિવાળી પછી ૮ નવેમ્બરે ભારત અને ચીન વચ્ચે બીજા તબક્કાની કોર કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ ૧૦ દિવસ સુધી ચાલી હતી. આ બેઠકમાં ભારતનું નેતૃત્વ સેનાની ત્રીજી કોર (સ્પીયર કોર)ના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ ગિરીશ કાલિયાએ કર્યું હતું. તેમની સાથે વિદેશ મંત્રાલયના એક પ્રતિનિધિ પણ બેઠકમાં જોડાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અરૂણાચલ સરહદે સંઘર્ષ દૂર કરવા ભારત-ચીનની કમાન્ડર સ્તરની બેઠક

નવી દિલ્હી : અરૂણાચલ પ્રદેશ સરહદ નજીક ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષના અહેવાલો આવી રહ્યા છે ત્યારે શિયાળાની ઠંડી શરૂ થાય તે પહેલાં આ તણાવ દૂર કરવા માટે ભારત અને ચીન વચ્ચે બીજા તબક્કાની કોર કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. બીજીબાજુ અરૂણાચલમાં સિયાંગ ડેમના વિરોધ વચ્ચે સરકારે દાવો કર્યો કે ચીન સરહદ નજીકના ૪૦ ગામોમાં પલાયન અટકી ગયું છે અને સ્થાનિક વસતી વધી છે.
અરૂણાચલ પ્રદેશમાં સરહદ નજીક ચીના સૈનિકો ઘૂસણખોરી કરતા હોવાના અહેવાલો વચ્ચે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. આવા સમયે દિવાળી પછી ૮ નવેમ્બરે ભારત અને ચીન વચ્ચે બીજા તબક્કાની કોર કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ ૧૦ દિવસ સુધી ચાલી હતી. આ બેઠકમાં ભારતનું નેતૃત્વ સેનાની ત્રીજી કોર (સ્પીયર કોર)ના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ ગિરીશ કાલિયાએ કર્યું હતું. તેમની સાથે વિદેશ મંત્રાલયના એક પ્રતિનિધિ પણ બેઠકમાં જોડાયા હતા.
સૂત્રો મુજબ સૌહાર્દપૂર્ણ માહોલમાં આ બેઠક યોજાઈ હતી, જેનો મુખ્ય આશય બંને સેનાઓ વચ્ચે સંપર્કના નિયમો નક્કી કરવાનો હતો. આ સિવાય સરહદ નજીક સૈનિકોના આમને-સામને આવવાનો સંઘર્ષ ટાળવા તથા સંવાદના માર્ગો ખુલ્લા રાખવાનો હતો. જોકે, આ બેઠકમાં જે બાબતો પર સહમતી બની છે તેને હાડ થીજાવતી ઠંડી શરૂ થતા પહેલા જમીન પર લાગુ કરી શકાશે કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નથી. આ પહેલા સપ્ટેમ્બરમાં વાચા-દમાઈ બોર્ડર મીટિંગ પોઈન્ટ પર પહેલા તબક્કાની વાટાઘાટો થઈ હતી. બીજીબાજુ અરૂણાચલમાં હાલ સિયાંગ ડેમનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો હોવાના અહેવાલો છે ત્યારે સરકારે દેખાવકારોને આશ્વાસન આપ્યું છે કે તેમની બધી જ ચિંતાઓનો વાતચીત દ્વારા ઉકેલ લાવી શકાશે. સરકારી અધિકારીઓએ કહ્યું કે, મોદી સરકારની યોજનાઓના કારણે ચીન સરહદ નજીકના ૪૦ ગામોમાં પલાયન અટકી ગયું છે, જેથી આ ગામોમાં વસતી વધી છે. સરકારે કહ્યું કે, છેલ્લા ૧૦ વર્ષમાં અરૂણાચલના વિકાસ માટે એનડીએ સરકારે તેનો ખજાનો ખોલી નાંખ્યો છે. ૨૦૧૪થી ૨૦૨૪ સુધીમાં કેન્દ્ર સરકારે રૂ. ૧,૬૪,૬૬૪ કરોડનું ભંડોળ અરૂણાચલ પ્રદેશના વિકાસ માટે ફાળવ્યું છે. છેલ્લા ૧૨ વર્ષમાં રાજ્યનું બજેટ પણ ત્રણ ગણુ વધી ગયું છે. આ સરકાર સરહદના ગામોને અંતિમ નહીં પરંતુ વિકાસની પ્રક્રિયામાં પહેલા માને છે.