Get The App

EDએ IL&FS કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી 570 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

ચાર્જશીટમાં કંપનીના સિનિયર મેનેજમેન્ટ પર નાણાકીય ગેરરીતિઓ આચરવાનો આરોપ

પીએમએલએ હેઠળ કરાયેલી કાર્યવાહી

Updated: Aug 17th, 2019

GS TEAM

Google News
Google News


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૭EDએ IL&FS કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી 570 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી 1 - image

ઇડીએ આઇએલએન્ડએફએસના કિાૃથત ગેરકાયદેસર પેમેન્ટ ડિફોલ્ટ કેસમાં પ્રાૃથમ ચાર્જશીટ દાખલ કરી છે અને ૫૭૦ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લીાૃધી છે. મુંબઇની કોર્ટમાં શુક્રવારના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 

ચાર્જશીટમાં નાણાકીય કટોકટી પેદા કરવામાં ડાયરેક્ટરોની ભૂમિકાનું વર્ણન કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ એજન્સીએ પીએમએલએ હેઠળ મિલકતો ટાંચમાં લેવાનો પ્રોવિઝનલ ઓર્ડર જારી કર્યો હતો. આ આદેશના સંદર્ભમાં ઇડીએ દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, બ્રસેલ્સ, બેલ્જિયમમાં સિૃથર મિલકતો અને બંક ખાતાઓ ટાંચમાં લેવામાં આવ્યા છે. 

ઇડીના ટાંચમાં લેવાના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ટાંચમાં લેવામાં આવેલી મિલકતો આઇએલએન્ડએફએસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ(આઇએફઆઇએન)ની કમિટીના ડાયરેક્ટર રવિ પાાૃર્થસારાૃથી, રમેશ બવા, હરી સાંકારમ, અરૃણ સાહા અને રામચંદ કરૃણાકરનની માલિકીની છે. 

ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં સાહા અને કરુણાકરનની ાૃધરપકડ કરવામાં આવી હતી. ેટાંચમાં લેવામાં આવેલી કુલ મિલકતોનું મૂલ્ય ૫૭૦ કરોડ રૃપિયા ાૃથાય છે. 

દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે દાખલ કરેલી એફઆઇઆરને આાૃધારે ઇડીએ ચાલુ વર્ષે ફેબુ્રઆરીમા મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. એજન્સીએ પોતાની તપાસ અને ચાર્જશીટમાં જણાવ્યું છે કે આઇએલએન્ડએફએસએનું સિનિયર મેનેજમેન્ટ દ્વારા મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હતી. 

એકબીજા સાાૃથેના ગુનાહિત કાવતરાને કારણે પ્રમોટરોએ નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી કંપનીઓને મોટી રકમની લોન આપી હતી. ઇડીએ પોતાના આદેશમાં જણાવ્યું છે કંપનીની નાણાકીય સિૃથતિ સારી ન હોવા છતાં તેના ડાયરેક્ટરોએ ઉંચુ વેતન મેળવવાનું ચાલુ રાખ્યું હતું.

ઇડીએ વધુમાં જણાવ્યું છે કે એરસેલના સૃથાપક સી સિવાસનકરણ દ્વારા પરોક્ષ રીતે તેમના પરિવારજનોના નામે રાખવામાં આવેલ સંપત્તિ પણ ટાંચમાં લેવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આઇએલએફએસ લિમિટેડના શેરો ખૂબ જ નીચા ભાવે એમ્પ્લોઇ વેલ્ફેર ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. 

Tags :