હવેથી AC બગડે કે ટ્રેન મોડી પડશે તો ટિકિટનું સંપૂર્ણ રિફંડ મળશે! જાણો પ્રોસેસ અને શરત
(PHOTO - IANS) |
How to Raise Train Ticket Refund: લોકો લાંબી મુસાફરી માટે રેલવેને પ્રાથમિકતા આપતા હોય છે. ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરોને અનેક પ્રકારની સુવિધા પણ મળી રહે છે. એવામાં જો તમને કોઈ ટ્રેનમાં એસી કામ ન કરતું હોય, ટ્રેનનો રૂટ બદલવામાં આવ્યો હોય, કે ટ્રેન મોડી પડે તો હવે તમે સંપૂર્ણ રિફંડ માટે દાવો કરી શકો છો. આ માટે, IRCTCએ એક નવી સુવિધા શરુ કરી છે. આ માટે તમારે TDR (Ticket Deposit Receipt) ફાઈલ કરવાની રહેશે. જેથી સંપૂર્ણ રિફંડ મળે.
TDR શું છે?
TDR એટલે ટિકિટ ડિપોઝિટ રીસીપ્ટ. જ્યારે કોઈ મુસાફર ટ્રેનમાં મુસાફરી કરી શકતો નથી અથવા મુસાફરી દરમિયાન કોઈ મોટી સમસ્યાનો સામનો કરે છે. જેમ કે કોચ બદલવામાં આવે છે, AC કામ નથી કરતુ, ટ્રેનનો રૂટ બદલાય છે વગેરે તો તે IRCTC પર TDR ફાઇલ કરી શકે છે અને તે ટિકિટનું રિફંડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
TDR કેવી રીતે ફાઇલ કરવું તે જાણો
1. સૌપ્રથમ IRCTC ની ઓફિશિઅલ વેબસાઇટ પર લોગિન કરો
2. પછી MY ACCOUNT વિભાગમાં જાઓ અને My Transaction File TDR પર ક્લિક કરો
3. TDR ફાઇલ કરવા માટે PNR નંબર પસંદ કરો
4. ડ્રોપ-ડાઉન લિસ્ટમાંથી યોગ્ય TDR કારણ પસંદ કરો (ઉદા. ટ્રેન મોડી પડી, AC નથી ચાલતું, કોચ બદલાવ વગેરે)
5. 'File TDR' બટન પર ક્લિક કરો
6. આપેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો અને પછી 'Yes' વિકલ્પ પર ક્લિક કરો
7. તમારું TDR ફાઇલ થતા જ તમને સ્ક્રીન પર એક કન્ફર્મેશન મેસેજ દેખાશે
આ પણ વાંચો: 345 રાજકીય પક્ષો પર લટકતી તલવાર, ચૂંટણી પંચ રજિસ્ટ્રેશન રદ કરશે, સત્ય જાણી ચોંકશો
આ શરતોના આધારે TDR ફાઈલ કરી શકાય છે
1. ભારતીય રેલવેની ગાઈડલાઈન અનુસાર, જો તમારી ટ્રેન 3 કલાકથી વધુ મોડી પડે છે. તમે હજુ સુધી મુસાફરી શરૂ કરી નથી. તો તમે તમારી ટિકિટ રદ કરી શકો છો અને સંપૂર્ણ રિફંડનો દાવો કરી શકો છો
2. એસી કોચમાં એસી કામ કરતું નથી. આવી સ્થિતિમાં, તમે ડેસ્ટીનેશન પર પહોંચ્યાના 20 કલાકની અંદર TDR ફાઇલ કરી શકો છો
3. ટ્રેનનો રૂટ બદલવામાં આવ્યો હોય અને મુસાફરે મુસાફરી કરી ન હોય તો આવી સ્થિતિમાં નિર્ધારિત ડેસ્ટીનેશન ટાઈમથી 72 કલાકની અંદર TDR ફાઇલ કરવું પડશે
4. ટ્રેનનો રૂટ બદલવામાં આવ્યો હોય અને બોર્ડિંગ સ્ટેશન પર ટ્રેન પહોંચી ન હોય તો આવી સ્થિતિમાં તમે ડેસ્ટીનેશન ટાઈમથી 72 કલાકની અંદર TDR ફાઇલ કરી શકો છો
5. બધા મુસાફરો પાર્શિઅલી કન્ફર્મ ટિકિટના કારણે મુસાફરી નથી કરી શકતા તો આવા કિસ્સામાં ટ્રેન બોર્ડિંગ સ્ટેશનથી ઉપડે તેના 30 મિનિટ પહેલા સુધીમાં જ TDR ફાઇલ કરી શકાય છે
6. કોચમાં ખામીને કારણે મુસાફરી ન કરી હોય તો આવા કિસ્સામાં ટ્રેનના નિર્ધારિત ડેસ્ટીનેશનના 3 કલાકની અંદર TDR ફાઇલ કરવું પડશે
7. ડેસ્ટીનેશન પહેલા જ ટ્રેનનો રૂટ કાપી નાખવામાં આવ્યો હોય તો ટ્રેનના નિર્ધારિત આગમન સમયથી 72 કલાકની અંદર TDR ફાઇલ કરી શકાય છે.