India

કુંભમાં કરેલા ખર્ચના 0.1% મળ્યા હોત તો 125 શાળાઓ બચી ગઈ હોત: સુપ્રીમ કોર્ટના જજે ઉઠાવ્યા ગંભીર સવાલો

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેએ મહારાષ્ટ્રની સરકારી શાળાઓની દયનીય સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે ધૂલેમાં જણાવ્યું કે, નાસિક કુંભમેળાના ₹32,000 થી ₹34,000 કરોડના બજેટના 0.1% એટલે કે ₹32 કરોડ પણ મરાઠી શાળાઓ પાછળ ખર્ચાયા હોત, તો 100-125 શાળાઓ બંધ થતી અટકી શકી હોત. જસ્ટિસ વરાલેએ શિક્ષણ અને આરોગ્યને મૂળભૂત અધિકાર ગણાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

કુંભમાં કરેલા ખર્ચના 0.1% મળ્યા હોત તો 125 શાળાઓ બચી ગઈ હોત: સુપ્રીમ કોર્ટના જજે ઉઠાવ્યા ગંભીર સવાલો

Nashik Kumbh Mela Budget Controversy: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેએ મહારાષ્ટ્રમાં સરકારી શાળાઓની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, જો નાસિક કુંભમેળા માટે ફાળવવામાં આવેલા બજેટનો માત્ર 0.1 ટકા હિસ્સો પણ મરાઠી માધ્યમની શાળાઓ પાછળ ખર્ચવામાં આવ્યો હોત, તો રાજ્યની આશરે 100 થી 125 શાળાઓને બંધ થતી બચાવી શકાઈ હોત. જસ્ટિસ વરાલેએ ગ્રામીણ શાળાઓમાં બાળકોની સુરક્ષા અને શિક્ષણ વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બાળકો દેશનું ભવિષ્ય છે.

કુંભના બજેટનો 0.1 ટકા ખર્ચ્યો હોત તો...

ધૂલે જિલ્લાની એક હાઈસ્કૂલમાં સ્માર્ટ ક્લાસરૂમના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે મોટા પ્રોજેક્ટ્સ અને શિક્ષણ પર થતા ખર્ચની સરખામણી કરી હતી. તેમણે કહ્યું કે, નાસિક કુંભ માટે આશરે ₹32,000 થી ₹34,000 કરોડનું બજેટ દર્શાવાઈ રહ્યું છે, જ્યારે કોરિડોર પ્રોજેક્ટ્સ પર પણ ₹11,000 કરોડ ખર્ચાઈ રહ્યા છે. જો કુંભના બજેટના 0.1% એટલે કે, આશરે ₹32 કરોડ પણ શાળાઓની પ્રાથમિક જરૂરિયાતો પર વપરાયા હોત તો ઘણી શાળાઓ બંધ થતી અટકી જાત.

‘મરાઠી માધ્યમમાં અભ્યાસે મારો રસ્તો રોક્યો નથી’

પોતાના બાળપણનો ઉલ્લેખ કરતા જસ્ટિસ વરાલેએ કહ્યું કે, તેમણે ધોરણ 10 સુધી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની સરકારી શાળાઓમાં મરાઠી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો. ક્ષેત્રીય ભાષામાં શિક્ષણ મેળવવાથી તેમની કારકિર્દીમાં કોઈ અવરોધ આવ્યો નથી. તેમણે પ્રાથમિક શિક્ષણ અને આરોગ્યને દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો.

ગ્રામીણ શાળાઓની દયનીય સ્થિતિ પર ચિંતા

તેમણે ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાઓના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરતા એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં સુવિધા ન હોવાથી ત્રણ વિદ્યાર્થિનીઓને ભોંયતળિયે ઊંઘવું પડ્યું હતું, અને સાપ કરડવાથી ત્રણેયના મોત થયા હતા. તેમણે કહ્યું કે, રાજ્યમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા છતાં શિક્ષણ બજેટ વર્ષોથી 13 ટકાથી નીચે રહ્યું છે, જે ચિંતાજનક છે.