India

મોદી-શાહ રાજીનામું નહીં આપે ત્યાં સુધી ઊંઘવા નહીં દઉં : રાહુલ

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં કોંગ્રેસના રચનાત્મક અધિવેશનમાં રાહુલ ગાંધીએ PM મોદી અને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, જ્યાં સુધી તેઓ રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેમને ઊંઘવા નહીં દઈએ, ગાંડા કરી નાંખીશું. કોંગ્રેસ પ્રમુખ ખડગેએ પણ જણાવ્યું કે, મોદી-શાહ દેશને બરબાદ કરી નાંખશે. 20 દિવસ સુધી તેઓ ગૃહમાં આવી શક્યા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

મોદી-શાહ રાજીનામું નહીં આપે ત્યાં સુધી ઊંઘવા નહીં દઉં : રાહુલ
  • મોદી રાતે ઊંઘી નથી શકતા, તેમને ગાંડા કરી નાંખીશું
  • વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આ દેશને બરબાદ કરી નાંખશે : મલ્લિકાર્જુન ખડગે

નવી દિલ્હી : કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષના ભારે હોબાળાના પગલે ગુરુવારે સંસદનું ચોમાસુ સત્ર પૂરું થઈ ગયું છે ત્યારે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રચનાત્મક કોંગ્રેસ કન્વેન્શન કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આકરી ઝાટકણી કાઢી હતી. રાહુલે કહ્યું, પીએમ મોદી અને અમિત શાહ રાજીનામું ના આપે ત્યાં સુધી તેમને ઊંઘવા નહીં દઈએ. બીજીબાજુ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું કે, મોદી અને શાહ આ દેશને બરબાદ કરી નાંખશે.
દિલ્હીમાં માલવંકર હોલમાં આયોજિત રચનાત્મક કોંગ્રેસ અધિવેશનમાં રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને વિપક્ષ હવે રોકાશે નહીં. નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેમને ઊંઘવા નહીં દઈએ. આ લોકો બહુ મોટી મોટી વાતો કરે છે, પંરતુ ૨૦ દિવસ સુધી તેઓ ગૃહમાં આવી શક્યા નથી. પીએમ મોદી રાતે ઊંઘી શકતા નથી. આપણે તેમને ગાંડા કરી નાંખીશું. ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ પણ ગૃહમાં આવવાનું ટાળતા રહ્યા. કારણ કે પહેલી વખત તેમણે ભારતના લોકોની અભિવ્યક્તિ અનુભવી છે.
તેમણે ઉમેર્યું કે, આ લોકો ૩,૦૦૦ વર્ષ જૂની વાતો કરે છે, પરંતુ આજના ભારતને નથી સમજતા. તમે આજના ભારતને નહીં સમજો ત્યાં સુધી તેને બોલવા નહીં દો અને આ લોકો આવું જ કરી રહ્યા છે. અભિવ્યક્તિની વાત હોય ત્યાં હું આરએસએસનું પણ રક્ષણ કરીશ, કારણ કે તેમને પણ અભિવ્યક્તિની આઝાદી છે. એક સમય હતો જ્યારે નાના વેપારીઓ આરએસએસની સાચી તાકાત હતા, પરંતુ નોટબંધી અને જીએસટીના ખોટા અમલે આ વર્ગને ભારે નુકસાન પહોંચાડયું. જૂનું આરએસએસ હવે ખતમ થઈ ગયું છે. આ સંગઠન હવે મોટા ઉદ્યોગપતિઓના હિતો માટે કામ કરે છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ ગુરુવારે વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, આ બંને નેતા દેશને બરબાદ કરી નાંખશે અને ભાવી પેઢી માટે પાછળ કશું જ બાકી નહીં રાખે. વિપક્ષની વારંવારની માગણી છતાં સરકારને સંસદમાં વિદ્યાર્થીઓ અંગેના મુદ્દાઓ પર ચર્ચા કરવાની ઈચ્છા નથી. તેમણે ભાજપ અને આરએસએસ પર દેશના લોકોને ધાર્મિક મુદ્દે વિભાજિત કરવાનો આક્ષેપ મૂક્યો હતો.